
ફિલ્મ જગતમાં સફળતા મેળવવી એ ભાગ્યની વાત છે, પરંતુ ઘણા એવા સિતારા પણ છે જેની પાસે ટેલેન્ટ હોવા છતા પણ પોતાની ઓળખ બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ સ્ટાર્સમાં એક એવી અદાકારાનું નામ પણ સામેલ થાય છે, જેનો જન્મ તો શાહી કુટુંબમાં થયો છે. પણ તેની એક્ટિંગ સ્કિલે લાખો લોકોનું દિલ જીતી લીધું.
‘ચક દે ઇન્ડિયા’ ફિલ્મને પોતાના જીવનમાં ટર્નિગ પોઈન્ટ બનાવનારી સાગરિકા ઘાટગે. તેણે પોતાની પહેલી ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કામ કરીને ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં સાગરિકાની એક્ટિંગ સ્કીલ અને સૌંદર્યની ખૂબ પ્રશંસા થઈ હતી, પરંતુ કમનસીબે ફિલ્મો સારી તક મળતા તેની બોલીવુડના પડદેથી તેમની વિદાઈ થઈ. આ બાદ તેણે સ્ટાર ક્રિકેટર જહીર ખાન સાથે પ્રેમમાં પડી અને પછી લગ્ન સંબંધ બંધાઈ.
સાગરિકાનો જન્મ કાગલના શાહી કુટુંબમાં થયો હતો, જ્યાં તેમના પિતા વિજયસિંહ ઘાટગે રાજા હતા. 2017માં તેણે ઝહીર ખાન સાથે લગ્ન કર્યા. ઝહીર ખાન સાથેના સંબંધ યુવરાજ સિંહ હેઝલ કીચના લગ્નમાં જાહેર કર્યો હતો. લગ્ન બાદ સાગરિકાએ ફિલ્મોને બદલે પોતાના ખાનગી જીવનને મહત્વ આપ્યું, જે તેમની જીવનશૈલીનું પ્રતીક બન્યું.
લગ્નના આઠ વર્ષ બાદ સાગરિકા માતા બની છે અને તેણે પુત્રને જન્મ આપ્યો, જેનું નામ ફતેહસિન ખાન રાખવામાં આવ્યું છે. તેની ગર્ભાવસ્થા વિશે કોઈ માહિતી નહીં હોવાથી લોકોમાં શરૂઆતે ચર્ચા ચાલી કે શું બાળક સરોગેસી દ્વારા આવ્યું છે, પરંતુ સાગરિકાએ હજુ સુધી આ મુદ્દે કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી.
સાગરિકાએ હિન્દી ઉપરાંત મરાઠી અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘ઇરાદા’ (2017) તેમની છેલ્લી ફિલ્મ હતી. લાંબા વિરામ બાદ 2020માં તેણે ઓટીટી પર ‘ફૂટફેરી’થી કમબેક કર્યું હતું, પરંતુ આ કમબેકનો પ્રયાસ ખાસ સફળ ન રહ્યો. આ ઉપરાંત તે પહેલા મિલે ન મિલે હું, ફોક્સ, રશે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
આપણ વાંચો: મહિલાઓના વન-ડે રૅન્કિંગમાં થઈ મોટી ફેરબદલ…