
મુંબઈઃ નીતા અંબાણીએ પાંચમી જાન્યુઆરીના મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમણે ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓના સન્માન માટે “યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ” કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલીવુડની અનેક હસ્તીઓ પણ હાજર રહી હતી. રિતેશ દેશમુખથી લઈને જેનેલિયા ડિસોઝા અને જાહ્નવી કપૂર સુધી, બધાએ એન્ટિલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. ‘માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર પણ આ કાર્યક્રમમાં સપરિવાર હાજરી આપવા માટે એન્ટિલિયા પહોંચ્યા હતા. આ દરમ્યાન સચિન તેંડુલકર અને તેના પરિવારનો એક વીડિયો વાયરલ થયો છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પરંતુ તેમનો પુત્ર અર્જુન તેમની સાથે જોવા મળ્યો ન હતો, જેના કારણે ઘણા યુઝર્સે પ્રશ્નો કર્યા હતા. બીજી તરફ, સોશિયલ મીડિયા પર એક ફેમિલી ફોટો સેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે ફોટા પડાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, ત્રણેય ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા, પરંતુ આ સમય દરમિયાન કંઈક એવું બન્યું જેનાથી માસ્ટર બ્લાસ્ટર થોડો બેચેન થઈ ગયો.
આ પણ વાંચો: સારા તેંડુલકરનો ભાભી સાનિયા ચંડોકનો ‘Dog Love’ વીડિયો વાઈરલ, વીડિયો થયો વાઈરલ…
કાર્યક્રમ દરમિયાન ખૂબ હવા હતી, જેના કારણે ઘણી સેલિબ્રિટીઓ અસ્વસ્થ દેખાઈ રહી હતી. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ અને પુત્રી સારા તેંડુલકર સાથે ફોટો સેશન માટે આગળ વધતા જોવા મળે છે.
અંજલિએ આછા વાદળી રંગનો કો-ઓર્ડર સેટ પહેર્યો હતો, જ્યારે સચિન તેંડુલકર ગ્રે સૂટ અને સફેદ શર્ટમાં જોવા મળ્યા હતા. સારા તેંડુલકર આ કાર્યક્રમમાં હાઈ સ્લિટવાળો બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી, જે પવનમાં લહેરાતો હતો. આના પર સચિન તેંડુલકર પહેલા થોડીવાર માટે અટકે છે, પણ પછી કદાચ તેને ખ્યાલ આવે છે કે તેની દીકરી બધું સંભાળી લેશે અને પછી તે ફોટોગ્રાફ્સ માટે આગળ વધે છે.
આ પણ વાંચો: હાર્દિકને મળતાં જ અમિતાભ ભેટી પડ્યા, ઑલરાઉન્ડરે ગર્લફ્રેન્ડ માહિકાની પણ મુલાકાત કરાવી…
આ વીડિયો પર ઘણા યુઝર્સ તરફથી પ્રતિક્રિયાઓ મળી છે, જેમાં કેટલાક લોકો એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે અર્જુન ક્યારેય તેના પરિવાર સાથે કેમ દેખાતો નથી, જ્યારે અન્ય લોકોએ ધ્યાન દોર્યું કે ફોટો સેશન દરમિયાન કોઈ ખુશ દેખાતું નહોતું.
એકે ટિપ્પણી કરી, “ફોટામાં કોઈ ખુશ નથી.” બીજાએ લખ્યું હતું કે “બધાની નજર સારા પર છે.” બીજાએ ટિપ્પણી કરી, “સારાએ આ કાર્યક્રમ માટે કંઈક બીજું પસંદ કરવું જોઈતું હતું.” બીજાએ લખ્યું, “સચિન જી, તમારે કંઈક શીખવવું જોઈતું હતું.” બીજાએ અર્જુન વિશે પ્રશ્નો પૂછ્યા. એકે લખ્યું, “અર્જુન ક્યાં છે? તે ક્યારેય તેના પરિવાર સાથે કેમ જોવા મળતો નથી?” બીજાએ લખ્યું, “મેં ક્યારેય અર્જુનને તેમની સાથે જોયો નથી. તો કોઈએ લખ્યું હતું કે નજર ના લગે.
સારા તેંડુલકરનો બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં બીયરની બોટલ પકડીને જોવા મળી હતી. આ વીડિયો માટે સારાને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. ઘણા લોકોએ ટિપ્પણી કરી હતી અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વાયરલ વીડિયોમાં સારા લાલ ફ્લોરલ શોર્ટ ડ્રેસમાં ત્રણ મિત્રો સાથે ગોવાના રસ્તાઓ પર ફરતી જોવા મળી હતી.



