મનોરંજન

અનુપમાએ વનરાજ નહીં પણ આ હીરોને ઝાટકી નાખ્યો, કહ્યું…

અનુપમા બનીને લાખો ઘરોમાં પહોંચી ગયેલી ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ભારતીય લશ્કર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરને એકગમ શરમજનક હરકત ગણાવવા બદલ ઝાટકી નાખ્યો હતો. આવો જોઈએ આખરે શું છે આખો મામલો-

રૂપાલી ગાંગુલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફવાદ ખાનને તેણે કરેલી ઘૃણાસ્પદ ટિપ્પણી કરવા બદ્દલ ઝાટકી નાખતા પોસ્ટ કરી હતી કે તું ભારતીય ફિલ્મોમાં કામ કરે છે એ અમારા માટે શરમજનક છે. રૂપાલી ગાંગુલીની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. અનેક સ્ટાર્સ રૂપાલીને સપોર્ટ કરીને પાકિસ્તાની એક્ટરને ઝાટકી નાખ્યો હતો.

આપણ વાંચો: ‘અનુપમા’થી લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીએ જેતપુરમાં મનસુખ માંડવિયાના રોડ શોમાં કર્યો પ્રચાર

ફવાદ ખાન પાકિસ્તાની એક્ટર છે અને તેણે બોલીવૂડમાં એકથી ચઢિયાતી એક ફિલ્મો આપી છે, જેમાં કપૂર એન્ડ સન્સ, અય દિલ હૈ મુશ્કિલ જેવી આપી છે. બુધવારે ફવાદ ખાને ઈન્સ્ટાગ્રામ પર ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં જાન ગુમાવનારા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું.

આપણ વાંચો: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી આજે કરશે ગુજરાતમાં રોડ શો….

ફવાદ ખાને પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ શરમજનક અટેકમાં જાન ગુમાવનારા પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું એ તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. તેણે પોતાની પોસ્ટમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે બધાને એક વિનંતી છે, આ બાબતે નફરત ના ફેલાવે. નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે. ઈન્શાહ અલ્લાહ. પાકિસ્તાન ઝિંદાબાદ.

ફવાદ ખાનનનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે. પરંતુ તેના સ્ટેટમેન્ટના સ્ક્રીન શોટ્સ વાઈરલ થઈ રહ્યા છે. પાકિસ્તાની સેલિબ્રિટી માહિરા ખાન, હાનિયા આમિર અને સજલ અલીએ પણ ભારતની આ સ્ટ્રાઈકને વખોડી કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ પણ હાલમાં ભારતમાં બેન કરી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button