મનોરંજન

‘પતિ પત્ની ઔર પંગા’ શો જીતીને રૂબીના દિલાઈક અને અભિનવ શુક્લા બન્યા ‘સર્વગુન સંપન્ન જોડી’

મુંબઈ: કપલ રિયાલિટી શો ‘પતિ પત્ની અને પંગા’નું ધમાકેદાર ફિનાલે પૂરું થયું છે, જેમાં ટીવીના લોકપ્રિય કપલ રુબીના દિલૈક અને અભિનવ શુક્લાએ વિજેતા બનીને ટ્રોફી જીતી લીધી છે.

આ જોડીને ‘સર્વગુણ સંપન્ન જોડી’નો ખિતાબ મળ્યો છે, અને ચાહકો પણ તેમની આ જીતથી ખૂબ ખુશ છે.

આ અગાઉ બિગ બોસ 14માં કપલ સાથે જોવા મળ્યા હતા. બિગ બોસના સમયે તેમનું લગ્ન જીવન ઘણા ઉતાર ચઢાવમાંથી પસાર થઈ રહ્યું હતું. આ શો બાદ તેમના જીવનમાં બદલાવ આવ્યા અને તેમણે અલગ ન થવાના નિર્ણય કર્યો હતો. હાલ તેઓ જોડિયા દીકરીઓના માતા-પિતા છે અને સાથે મળીને તેમની સંભાળ લઈ રહ્યા છે.

આ શોમાં તેમણે પોતાની પ્રેમ કથા, આર્થિક તંગીના દિવસો અને હાલની પરિસ્થિતિ વિશે ખુલીને વાત કરી, જેનાથી ચાહકોના દિલ જીતી લીધા.

શોમાં રુબીના-અભિનવની કેમિસ્ટ્રી, હાસ્ય અને દિલની વાતોએ દર્શકોને મનોરંજન આપ્યું. તેમણે કહ્યું કે તેઓ પરફેક્ટ નથી, પરંતુ કપલ તરીકે સાથે છે અને ખામીઓને વ્યવહારિક રીતે હેન્ડલ કરે છે. આ જીત તેમના માટે ખાસ છે અને દર્શકોના પ્રેમનું પ્રમાણ છે. તેમણે કહ્યું કે પ્રેમનો અર્થ એ છે કે ખરાબ દિવસે પણ એકબીજાને પસંદ કરવું.

ફિનાલેમાં તમામ જોડીઓએ દુલ્હા-દુલ્હન જેવા તૈયાર થયા હતા. કેટલાક ભાવુક થયા તો કેટલાક હસ્યા. અવિકા ગૌરે બોયફ્રેન્ડ મિલિન્દ ચંદવાણી સાથે શોમાં જ લગ્ન કર્યા. શોને સોનાલી બેન્દ્રે અને મુનવ્વર ફારુકીએ હોસ્ટ કર્યો, જેમાં હિના ખાન-રોકી જૈસવાલ, સ્વરા ભાસ્કર-ફહાદ અહમદ, ગુરમીત ચૌધરી-દેબીના બેનર્જી સહિત અન્ય જોડીઓએ ભાગ લીધો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button