Hema Commission Reportને ટાંકીને બંગાળી એક્ટ્રેસે કર્યો સ્ફોટક ખુલાસો… | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

Hema Commission Reportને ટાંકીને બંગાળી એક્ટ્રેસે કર્યો સ્ફોટક ખુલાસો…

મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને જાતીય શોષણ જેવા કાળા કારનામાને ઉજાગર કરનાર હેમા આયોગની રિપોર્ટનો હવાલો આપીને બંગાળી એક્ટ્રેસ રિતાભરી ચક્રવર્તીએ પણ આક્ષેપ મૂકતા કહ્યું હતું કે આવા અનેક રિપોર્ટ એના અનુભવો સાથે મેળ ખાય છે.

મલયાલય અભિનેતા-નિર્માતાઓને લઈને ચાલી રહેલાં વિવાદો વચ્ચે બંગાળી એક્ટ્રેસ રિતાભરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ચોંકાવનારી પોસ્ટ શેર કરીને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે. આ સાથે સાથે તેમણે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને પણ આ પોસ્ટમાં ટેગ કરીને ન્યાયની માંગણી કરી છે.

બંગાળી એક્ટ્રેસ રિતાભરીએ જણાવ્યું હતું કે મલાયલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતીય શોષણને ઉજાગર કરનારી હેમા આયોગના રિપોર્ટે મને વિચારવા પર મજબૂર કરી દીધું છે કે બંગાળી ફિલ્મ ઉદ્યોગ કેમ આવા પગલાં નથી લેતું? આવી કોઈ યૌન શોષણ સાથે મેળ ખાતી રિપોર્ટ તો બંગાળી અભિનેત્રીઓ પાસેથી પણ મળી શકે છે.

જે આ દર્દમાંથી પસાર થઈ રહી હશે. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે શું અભિનેત્રીઓ પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી? જે અનેક સુંદર સપનાઓ સાથે આ ઈન્ડસ્ટ્રીમાં આવે છે અને એમને વિશ્વાસ અપાવવામાં આવે છે કે તેમને શરીરને બદલે કામ મળશે.

આ પણ વાંચો: Kolkataમાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ? જાણીતી અભિનેત્રી પર રોડ પર જ થયો હુમલો

રિતાભરીએ સીએમને ટેગ કરીને લખ્યું છે કે અમે પણ આવી જ તપાસ, રિપોર્ટ અને સુધારો ઈચ્છીએ છીએ. કોઈ પણ પ્રકારની ખાસ માહિતી વિના રિતાભરીએ બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ બેનકાબ કરવાની વાત કરી છે. તેણે કહ્યું હતું કે આવી ગંદી માનસિકતા અને વ્યવહાર કરનારા નિર્માતા-નિર્દેશક આજે કોઈ પણ પ્રકારના ડર વિના ખુલ્લા ફરી રહ્યા છીએ.

એટલું જ નહીં મહિલાઓ સાથે ગંદી હરકત કરનારાઓ જ પાછળથી તેમની આબરુ બચાવવાનું ભાષણ આપતા હોય છે. આવા લોકોનો પર્દાફાશ કરવો ખૂબ જ જરૂરી છે.

બંગાળના ટિનસેલ શહેરનું એક જાણીતુ નામ છે રિતાભરી. રિતાભરીએ ચોટુશ્કોણ, વન્સ અપોન એ ટાઈમ ઈન કોલકાતા, બવાત, ફટાફટી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અત્રે ઉલ્લેકનીય છે કે રિતાભરી ચક્રવર્તી પહેલાં દિગ્ગજ બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ હાલમાં જ એક પ્રસિદ્ધ મલયાલમ નિર્દેશક પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ કર્યો હતો.

Back to top button