ફરી દમદાર ફિલ્મમાં જોવા મળશે અભિષેક બચ્ચન, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર

પ્રાઇમ વિડિયોએ (Prime Video)તેની આગામી ફિલ્મ બી હેપ્પી (Be Happy)ના પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પ્રાઇમ વિડીયો પર પોતાની નવી ફિલ્મ સાથે પોતાના ચાહકો માટે એક નવી સ્ટોરી લઈને આવવાના છે.
આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, નોરા ફતેહી (Nora Fatehi) અને ઇનાયત વર્મા (Inayat Verma) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે નાસેર, જોની લીવર અને હરલીન સેઠી સહાયક ભૂમિકામાં જોવા મળશે.
પિતા-પુત્રીનો સંબંધ હશે કેન્દ્રમાં
આ ફિલ્મમાં દર્શકોને પિતા અને પુત્રી વચ્ચેનો એક અનોખો સંબંધ જોવા મળશે. એક્ટરે અગાઉ જે ફિલ્મ બનાવી હતી તેની સ્ટોરી પણ આવા જ સંબંધો પર આધારિત હતી. આ દરમિયાન, પ્રાઇમ વિડિયોએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે જેમાં ઇનાયત વર્મા અભિષેક બચ્ચન સાથે બેઠેલા છે. આ ઉપરાંત જો આપણે પોસ્ટરને ધ્યાનથી જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે નોરા ફતેહી પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે.
આપણ વાંચો: એ મારો પહેલો પ્રેમ છે… કોના માટે કહ્યું અભિષેક બચ્ચને? વીડિયો થયો વાઈરલ…
14 માર્ચે થશે રિલીઝ
આ ફિલ્મ 14 માર્ચે ભારત સહિત 240થી વધુ દેશો અને ક્ષેત્રોમાં હિન્દી ભાષામાં પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે, સાથે જ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ડબ વર્ઝન પણ રિલીઝ થશે. બી હેપ્પી એક ઇમોશીનલ સ્ટોરી છે જે એક સમર્પિત સિંગલ ફાધર શિવ (અભિષેક બચ્ચન) અને તેની ખુશમિજાજ, હોશિયાર દીકરી ધારા (ઇનાયત વર્મા) વચ્ચેના અતૂટ બંધનને સુંદર રીતે દર્શાવે છે.
આ પ્રોજેક્ટ અમારા દિલની નજીક
જોકે, ફિલ્મ વિશે વાત કરતાં ડિરેક્ટર રેમો ડિસોઝાએ કહ્યું હતું કે, ‘લિઝેલ અને મારા માટે, બી હેપ્પી એક એવો પ્રોજેક્ટ છે જે અમારા દિલની નજીક છે.’ આ સ્ટોરી સંગીત અને નૃત્ય દ્વારા એક પુત્રી અને પિતા વચ્ચેના સંબંધની ઉજવણી કરે છે. આ એક એવું બંધન છે જે સાર્વત્રિક છે અને દરેક સંસ્કૃતિથી પર છે, અને અમે તેને સાચા, ભાવનાત્મક અને પ્રેરણાદાયક રીતે પડદા પર દર્શાવવા માંગતા હતા.