મનોરંજન

રેખાએ આ એક્ટર સાથે ફિલ્મમાં કર્યો બાથટબમાં રોમેન્સ, થિયેટરમાં બંનેનો રોમેન્સ જોઈને…

બોલીવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ પોતાના ફિલ્મી કરિયરમાં 180 ફિલ્મો કરી છે જેમાંથી અનેક ફિલ્મોમાં તેમણે રોમેન્ટિક, એક્શન અને બોલ્ડ સીન્સ પણ આપ્યા છે. દરેક કેરેક્ટરમાં રેખા પોતાની જાતને એટલું બખૂબી ઢાળી લે છે કે જાણે એ રોલ એમના માટે જ લખાયો હોય. રેખા આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ખાસ પરિચયના મોહતાજ નથી.

રેખાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હિંદી ફિલ્મો કરતાં પહેલાં રેખાએ તેલુગુ ફિલ્મ ઈન્તિ ગુટ્ટુમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં રેખાની એક્ટિંગે દર્શકોના દિલ જિત્યા હતા અને ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું.

આપણ વાંચો: રેખા કે જયા બચ્ચન નહીં પણ આ એક્ટ્રેસને ટ્રક ભરીને ગુલાબ મોકલાવ્યા હતા Amitabh Bachchanએ…

રેખાએ પોતાના ફિલ્મ કરિયરમાં 180 જેટલી ફિલ્મો કરી છે. આટલા લાંબા કરિયરમાં તેમણે પડદા પર રોમેન્ટિક, એક્શન, બોલ્ડ સીન પણ આપ્યા છે. પરંકુ રેખા સૌથી વધુ ચર્ચામાં આવી હતી એ ફિલ્મ સૌતન કી બેટી. આ ફિલ્મમાં રેખાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી હતી. તમારી જાણ માટે કે રેખા, જિતેન્દ્ર અને જયા પ્રદાની ફિલ્મ સૌતન કી બેટીને સાવન કુમારે ડિરેક્ટ કરી હતી.

1989માં આવેલી આ ફિલ્મમાં રેખા સાથે જિતેન્દ્ર અને જયા પ્રદા લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં રેખા અને જિતેન્દ્રની વચ્ચે ફિલ્માવવામાં આવેલા બાથટબવાળા સીને ચકચાર મચાવી હતી. આ ફિલ્મના એક સીનમાં રેખા અને જિતેન્દ્ર નશામાં ધૂત થઈને બથટબમાં ન્હાય છે અને લીંબુ ચૂકે છે. જેથી તેમનો નશો ઉતરી જાય.

મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ સીનના શૂટ સમયે રેખા અને જિતેન્દ્ર એકદમ બેકાબુ થઈ ગયી હતા. જોકે, આ બાબતે કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન નથી. રેખા અને જિતેન્દ્રની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકદમ સુપરહિટ સાબિત થઈ હતી અને થિયેટર્સમાં બાથટબ સીન પર ખૂબ જ સીટીઓ વાગી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button