બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ રેખાજીની આ 5 આઇકોનિક ફિલ્મો OTT પર! | મુંબઈ સમાચાર
મનોરંજન

બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ રેખાજીની આ 5 આઇકોનિક ફિલ્મો OTT પર!

રોમાંસ હોય, ડ્રામા હોય કે લાગણી હોય બોલીવૂડ એક્ટ્રેસ રેખા દરેક ઝોનમાં છવાઈ જાય છે અને પોતાની ફિલ્મી કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ રેખા આવતીકાલે એટલે કે 10મી ઓક્ટોબરના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. ત્યારે ચાલો આજે તમને રેખાજીની કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીએ કે જે તમે OTT પ્લેટફોર્મ પર ઘરે બેઠા તેમની શ્રેષ્ઠ ફિલ્મો જોઈ શકો છો.

બોલીવુડની સદાબહાર દિવા, રેખા, આજે પણ પોતાની સુંદરતા, અવાજ અને અભિનય કુશળતાથી ચાહકોને મોહિત કરે છે. 70 અને 80ના દાયકાની સૌથી ગ્લેમરસ અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક, રેખાએ તેના દરેક પાત્રમાં જીવ રેડી દીધો હતો.

આપણ વાંચો: જ્યારે Aishwarya Rai-Bachchanને શ્રીદેવીએ ભેટમાં આપ્યો સુંદર હાર, રેખા સાથે છે ખાસ સંબંધ…

રેખાએ 1969માં ફિલ્મ ‘અન્જાના સફર’થી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેમણે 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તો ચાલો જાણીએ રેખાની ટોચની 5 આઇકોનિક ફિલ્મો વિશે, જે આજે પણ એટલી જ યાદગાર છે જેટલી પહેલા હતી.

ઘર

ઘર એ 1978માં આવેલી બોલીવુડ ડ્રામા ફિલ્મ છે જેનું દિગ્દર્શન માણિક ચેટર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વિનોદ મહેરા અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. રેખાને આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. દિનેશ ઠાકુરને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને હાલમાં તે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાય છે.

ખૂન ભરી માંગ

ખૂન ભરી માંગ એ 1988ની બોલીવુડ એક્શન થ્રિલર ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રેખા, કબીર બેદી, સોનુ વાલિયા, શત્રુઘ્ન સિંહા અને કાદર ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને હાલમાં તે OTT પ્લેટફોર્મ Zee5 અને YouTube પર જોઈ શકાય છે.

સિલસિલા

સિલસિલા 1981માં આવેલી અમિતાભ બચ્ચન અભિનીત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી અને તેનું દિગ્દર્શન યશ ચોપરાએ કર્યું હતું. અમિતાભ બચ્ચન, રેખા, જયા બચ્ચન, સંજીવ કુમાર, શશિ કપૂર અને કુલભૂષણ ખરબંદા અભિનિત આ ફિલ્મ હાલમાં ZEE5 પર ઉપલબ્ધ છે.

ખૂબસૂરત

‘ખૂબસૂરત’એ 1980ની બોલીવુડ કોમેડી-ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન હૃષિકેશ મુખર્જી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રેખા, રાકેશ રોશન, અશોક કુમાર, દિના પાઠક અને શશિકલા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તમે તેને ZEE5 પર જોઈ શકો છો.

ઉમરાવ જાન

ઉમરાવ જાન OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button