Sonakshi Sinhaના લગ્નને લઈને પિતા Shatrghan Sinhaએ હવે કહ્યું કે મારે તો…

બોલીવૂડમાં હાલમાં દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Actress Sonakshi Sinha)ના લગ્નની ચર્ચા ચાલી રહી છે. 23મી જૂનના સોનાક્ષી સિન્હા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zaheer Iqbal) સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષી અને ઈકબાલ સાત વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેનું વેડિંગ કાર્ડ લીક થઈ જતાં હવે પિતા શત્રુઘ્ન સિન્હા (Bollywood Actor Shatrghan Sinha)એ પણ આ મામલે અત્યાર સુધી સેવેલું મૌન તોડ્યું છે અને એવું કંઈક કહ્યું છે કે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.
હાલમાં શત્રુઘ્ન સિન્હાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એક અક્ટ્રેસ તરીકે તો સોનાક્ષીએ પોતાની જાતને સાબિત કરી દીધી છે અને એ જોઈને હું એકદમ ખુશ છું. એ એક સારી કલાકાર છે અને મારા દિલની નજીક છે.
આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેની મેનેજર કોર્ટમાં હાજર ના રહેતા હવે તેમની સંપત્તિ જપ્ત કરવાનો…..
દીકરી સોનાક્ષીના લગ્ન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જો મારી દીકરી લગ્ન કરી રહી છે તો મારો સપોર્ટ અને આશિર્વાદ એની સાથે જ છે. એ જે પણ નિર્ણય કરશે એમાં હું હંમેશા સાથે છું. એ જેને પણ પોતાનો જીવનસાથી બનાવશે એ એના માટે બેસ્ટ હશે. હું દીકરીના લગ્ન પર સૌતી વધુ ખુશ થનારો બાપ છું. એક જ દીકરી છે મને. પણ હું ન તો વેડિંગ ન્યુઝ કન્ફર્મ કરું છું કે ન તો એનો ઈનકાર કરું છું. આગળ તેમણે વધુમાં એવું પણ જણાવ્યું છે કે સમય જ કહેશે કે આગળ શું થશે. મારો આશિર્વાદ હંમેશા જ તેની સાથે રહેશે.
આટલું કહીને શત્રુઘ્ન સિન્હાએ એ વાત તો સ્પષ્ટ કરી દીધી હતી કે તેમને પોતાની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્ન સામે કોઈ જ વાંધો નથી. બીજી બાજુ સોનાક્ષીના ભાઈ લવ સિન્હાએ પણ આ લગ્ન બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું મને એના વિશે કંઈ જ ખબર નથી. વાત કરીએ સોનાક્ષીની લવ લાઈફની તો બંનેની મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. બંનેએ ફિલ્મ ડબલ એક્સેલમાં સાથે કર્યું હતું અને વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.