મનોરંજન

આ ફીમેલ સિંગરની સંપત્તિ શ્રેયા સુનિધિ કરતા વધારે પણ…

એક સમયે લોકો લતા મંગેશકર કે આશા ભોંસલેનું નામ જ જાણતા અને બન્ને બહેનોએ લાંબા અસર સુધી હિન્દી જ નહીં પણ ઘણી ભાષાના હજારો ગીત ગાયા. કહેવાતું હતું કે તેમનો રૂઆબ એટલો હતો કે અન્ય ફીમેલ સિંગર માટે ટકી રહેવું સરળ ન હતું.

જોકે ધીમે ધીમે કવિતા ક્રિષ્ણામૂર્તિ, અલ્કા યાજ્ઞિક અને અનુરાધા પૌડવાલ જેવી ફીમેલ સિંગર આવી અને હાલમાં તો નવી પ્રતીભાઓનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને સિંગિંગ રિયાલિટી શૉને લીધે ઘણી નવી પ્રતીભાઓ સંગીતની દુનિયામાં પોતાનું નામ કરી રહી છે.

આજના સમયમાં શ્રેયા ઘોષાલ, નીતિ મોહન, સિનિધિ ચૌહાણ, નેહા કક્કડ જેવી ઘણી ગાયિકાઓ છે જે ફિલ્મી ગીતો સ્ટેજ પર્ફોમન્સ દ્વારા કરોડો કમાઈ છે, પરંતુ તેમના કરતા પણ વધારે સંપત્તિની માલિક છે એક ફીમેલ સિંગર, જે આ બધા જેટલી ફેમસ નથી.

આપણ વાંચો: વાહ અરિજીત, સિક્યોરિટી ગાર્ડની ભૂલ છતાં, પોતે ફીમેલ ફેનની માફી માગી

આ સિંગરનું નામ છે તુલસી કુમાર. તુલસી કુમાર સિંગર, મ્યુઝિશિયન અને રેડિયો જૉકી છે, પણ સાથે સાથે ટી સિરિઝ પરિવારમાંથી પણ આવે છે. તે Kids Hut નામની ટી સિરિઝની યુ ટ્યૂબ ચેનલની પણ માલિક છે. તુલસી એક ગીતા ગાવાના 7થી 8 લાખ રૂપિયા લે છે.

હવે તુલસીની નેટ વર્થ વિશે જાણીએ તો મીડિયા અહેવાલો અનુસાર તે રૂ. 210 કરોડની સંપત્તિ ધરાવે છે. જ્યારે શ્રેયા ઘોષાલ પાસે રૂ. 180 કરોડ અને સુનિધિ પાસે રૂ. 100 કરોડ આસપાસ સંપત્તિ છે. તુલસીની સંપત્તિ પોતાની અને પરિવારની હોઈ શકે, પરંતુ શ્રેયા અને સુનિધિએ ઘણી નાની ઉંમરથી સંઘર્ષ કરી સિંગિંગ શૉમાં ભાગ લઈ પોતાનું નામ કર્યુ છે અને કમાણી પણ કરી છે.

આપણ વાંચો: IIFA 2024: શાહરૂખ ખાનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આ એક્ટ્રેસે જીત્યો બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ

રોજ નવા નવા સિંગરની ભરમાર વચ્ચે લાંબા સમય સુધી ટકી રહેવું આજકાલ અઘરું બની ગયું છે ત્યારે શ્રેયા હજુપણ સંગીતકારોમાં પ્રિય છે અને સુંદર ગીત ગાઈ રહી છે. જ્યારે સુનિધિ પણ એટલી જ એક્ટિવ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button