રવીના ટંડનની દિકરી રાશાનું જલ્દી જ ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ … સાઉથના સુપરસ્ટાર રામચરણ સાથે દેખાશે?
મુંબઇ: બોલીવુડના સ્ટારકિડ્સની ચર્ચામાં વધુ એક સ્ટારકિડનું નામ જોડાયું છે. એ નામ છે રવીના ટંડનની દિકરી રાશાનું. બ્યુટિફૂલ એરપોર્ટ લૂકથી રાશાએ પહેલાં જ લોકોને ઘાયલ કરી દીધા છે. રાશા તેની મમ્મી રવીનાની જેમ ખૂબ જ સુંદર છે. હાલમાં જ તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. અને હવે તે અભિનય ક્ષેત્રે પદાર્પણ માટે તૈયારી કરી રહી છે. એટલું જ નહીં પણ RRR ફેમ એક્ટર રામચરણની ફિલ્મથી રાશા ડેબ્યુ કરશે તેવી ચર્ચા થઇ રહી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ રાશા થડાની જલ્દી જ એક તેલગૂ ફિલ્મથી અભિનય ક્ષેત્રે પદાર્પણ કરવાની છે. સાઉથના સુપસ્ટાર રામચરણ સાથે તે ડેબ્યુ કરી શકે છે તેવી ચર્ચાઓ ફિલ્મ જગતમાં થઇ રહી છે. તે આ ફિલ્મ માટે એકદમ યોગ્ય હોવાથી તેની પસંદગી કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. મેકર્સ જલ્દી જ તેને સાઇન કરશે. જોકે અત્યાર સુધી આ ચર્ચા અંગે કોઇ અધિકૃત જાણકારી મળી નથી. ન તો રાશાએ ન તો રામચરણે આ અંગે કોઇ જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં એ પણ ચર્ચા હતી કે રાશા અજય દેવગણની બહેન નીલમના દિકરા અમન સાથે ડેબ્યુ કરશે. અભિષેક કપૂરની એક્શન એડવેન્ચર ફિલ્મમાં આ બંને સાથે દેખાવાની શક્યતાઓ છે. જોકે આ અંગે પણ હજી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.
દિકરીના ડેબ્યુ અંગે રવીના ટંડને કહ્યું હતું કે, હાલમાં રાશા તેનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. ત્યાર બાદ તે અભિનય ક્ષેત્રે આવવું કે નહીં તે નક્કી કરશે. જો એ કમ્પર્ટેબલ હશે તો ફિલ્મમાં કિસીંગ સીન પણ આપશે. પણ જો એને ન કરવું હોય તો એના પર કોઇ દબાણ નથી.
રાશા અનેકવાર પાર્ટી, એરપોર્ટ અથવા તેની મમ્મી સાથે લંચ, ડિનર જેવા સ્થળોએ દેખાય છે. અનેક સ્ટારકિડ્સમાં રાશા પહેલેથી જ ખૂબ કોન્ફિડન્ટ લાગે છે. તેના લૂક્સ અને સોંદર્યને કારણે ડેબ્યુ પહેલાં જ તેનો મોટો ચાહક વર્ગ ઊભો થયો છે.