રશ્મિકા મંદાનાના નવા લૂકે ચાહકોના દિલ જીત્યા, જુઓ ક્યાં ફરે છે? | મુંબઈ સમાચાર
મનોરંજન

રશ્મિકા મંદાનાના નવા લૂકે ચાહકોના દિલ જીત્યા, જુઓ ક્યાં ફરે છે?

બોલીવુડની નવી ફિલ્મ ‘કૉકટેલ 2’ની ચર્ચા આજકાલ દરેક ફિલ્મ લવર્સમાં થઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર હોમી અદાજાનિયાએ ફિલ્મના શૂટિંગના રોમાંચક દૃશ્યો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જે ફિલ્મની લોકપ્રિયતાને વધુ રંગીન બનાવી રહ્યા છે.

‘કૉકટેલ 2’ની સ્ટારકાસ્ટ હાલ ઇટલીના સુંદર શહેર સિસિલીમાં શૂટિંગમાં વ્યસ્ત છે. ચાહકોએ શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદનાને નવા લૂકમાં જોયા, અને તેમના ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. રશ્મિકાનો નવો હેરસ્ટાઇલ અને સ્ટાઇલિશ અંદાજ ચાહકોનું દિલ જીતી રહ્યો છે, જ્યારે કૃતિ અને શાહિદની જોડીએ પણ ઉત્સાહ બમણો કર્યો છે. આ ફોટામાં કલાકારો રંગબેરંગી કોસ્ચ્યુમમાં જોવા મળ્યા, જે ફિલ્મની રોમાન્ટિક થીમનો સંકેત આપે છે.

શૂટિંગના વાયરલ ફોટામાં કૃતિ સેનન પીળી બિકિનીમાં અને શાહિદ કપૂર લાલ શર્ટ તથા ડેનિમ શોર્ટ્સમાં નજરે પડ્યા. બંનેની જોડી અગાઉ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં લોકોનું દિલ જીત્યું હતું અને ચાહકો તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને ફરી જોવા આતુર છે. રશ્મિકાનો નવો લૂક અને તેની ખુશખુશાલ શૈલીએ ચાહકોમાં નવો જોશ જોવા મળે છે.

‘કૉકટેલ 2’ની રિલીઝ અને અપેક્ષાઓ

2012માં આવેલી ‘કૉકટેલ’ ફિલ્મે સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની જોડી દ્વારા આધુનિક રોમાંસ, શાનદાર સંગીત અને સ્ટાઇલનું સુંદર સંયોજન રજૂ કર્યું હતું, જેને દર્શકોએ ખૂબ વખાર્ણુ હતું. હવે દિનેશ વિજાનની મેડોક ફિલ્મ્સ અને લવ રંજનની લેખન સાથે હોમી અદાજાનિયા ‘કૉકટેલ 2’ લઈને આવી રહ્યા છે, જેમાં ફરી રોમાન્ટિક થીમ અને મોહક સંગીતનો વાયદો આપવામાં આવ્યો છે. ફિલ્મનો પ્લોટ હજુ સંપૂર્ણ જાહેર કર્યો નથી, પરંતુ કહેવાય છે કે તે 2026ના બીજા ભાગમાં રિલીઝ થઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button