મનોરંજન

ઐશ્વર્યા રાય-બચ્ચન, શાહરુખ ખાન, પ્રિયંકા ચોપ્રા બાદ હવે રશ્મિકા મંદાનાએ કર્યું આ કારનામું…

નેશનલ ક્રશ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપર સ્ટાર રશ્મિકા મંદાનાએ બોલીવૂડમાં પણ ફિલ્મ એનિમલ અને છાવાથી પોતાની એક આગવી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે અને ઈન્ટરનેશનલ ફિલ્મ મેકિંગ કંપની ડિઝ્ની પિક્ચર્સે પણ સલામ કરી છે.

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગણતરીના એવા લોકો છે કે જેમને ડિઝનીની ફિલ્મ સાથે જોડાવવાનો મોકો મળ્યો હોય. ફિલ્મ મુફાસામાં મહેશ બાબુ બાદ રશ્મિકા બીજી એવી સાઉથની સ્ટાર છે જેને ડિઝનીએ પોતાની ફિલ્મમાં લીધી હોય.

આપણ વાંચો: રશ્મિકા મંદાનાએ જે ફિલ્મોને નકારી એ બ્લોકબસ્ટર રહી હતી, જાણી લો ફિલ્મની યાદી

દુનિયાની સૌથી મોટી ફિલ્મ કંપનીઓમાંથી એક ડિઝનીનો હંમેશાથી પ્રયાસ રહ્યો છે કે તે જે જે દેશોમાં ત્યાંની ભાષામાં પોતાની ફિલ્મો ડબ કરીને રીલિઝ કરે છે ત્યાંના સ્ટાર્સ સાથે એક ઈમોશનલ બોન્ડ બનાવે છે.

ફિલ્મ લાયન કિંગ અને મુફાસામાં શાહરુખ ખાને પોતાના દીકરાઓ સાથે ફિલ્મના લીડ કલાકારોની ડબિંગ કર્યું હતું. ફિલ્મ મુફાસામાં મહેશ બાબુને મોકો આપવામાં આવ્યો હતો. મહેશ બાબુ હાલમાં નિર્દેશક એસ એસ રાજા મૌલીની ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે.

આ પહેલાં ઐશ્વર્યા રાય-બચ્ચને પણ ડિઝ્નીની જ ફિલ્મ મૈલિફિસિએન્ટના મુખ્ય કેરેક્ટર માટે ડબિંગ કર્યું અને ફિલ્મ ફ્રોઝનમાં પ્રિયંકા ચોપ્રાને આ મોકો મળ્યો હતો.

આપણ વાંચો: જાણીતા પ્રોડ્ક્શન હાઉસની પાર્ટીમાં અભિષેક બચ્ચન, નિમરત કૌર, રશ્મિકા મંદાના છવાયા

સ્થાનિક કલાકારો સાથે કામ કરવાની ડિઝનીની આ પરંપરાનો હિસ્સો હવે રશ્મિકા મંદાના બની છે. રશ્મિકાએ ડિઝનીની આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ લિલો એન્ડ સ્ટિચના માધ્યમથી ડિઝની ફેમિલી સાથે પાતોને એક સંબંધ બનાવ્યો છે.

આ ફિલ્મ લિલો એન્ડ સ્ટિજનો આ એક રિબૂટ વર્ઝન છે જેને ડિઝનીએ પોતાની તમામ જૂની ટૂડી એનિમેશન ફિલ્મોની જેમ જ લાઈવ એક્શન ફિલ્મમાં કન્વર્ટ કરી છે. ફિલ્મના સ્પેશિયલ શો ભારતમાં પણ બની ચૂક્યા છે. સ્ટિચને રશ્મિકા મંદાના પણ ખૂબ જ પ્રેમ કરે છે અને તેણે આ કેરેક્ટર સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

મળતી માહિતી અનુસાર ફિલ્મ લિલો એન્ડ સ્ટિચ એકલતાથી બોર થઈ ચૂકેલી હવાઈ ટાપુ પર રહેતી એક અનાથ બાળકીની સ્ટોરી છે, જે પોતાની મોટી બહેનનું જ્ઞાન સાંભળીને બોર થઈ ગઈ છે. આ બાળકીનું નામ છે લિલો અને સ્ટિચ એક એલિયન છે, જે દૂર કોઈ ગેલેક્સી પર ચાલી રહેલાં પ્રયોગનું પરિણામ છે. લિલો અને સ્ટિચ કઈ રીતે મળે છે, ધરતી પર તે કેવી રીતે આવે છે એની આસપાસમાં આ ફિલ્મની સ્ટોરી ફરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button