Rashmika Madannaએ બાલ્કની કિલર પોઝ આપ્યા અને ચાહકોએ કંઈક આવું લખ્યું
મુંબઈઃ પુષ્પા ફેમ રશ્મિકા મંદાના તેની દરેક સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે, જ્યારે તેની દરેક બાબતની સોશિયલ મીડિયા પણ નોંધ લેતું હોય છે. આખું બોલીવૂડ જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનમાં વ્યસ્ત છે ત્યારે તાજેતરમાં રશ્મિકાએ વિદેશની ટૂરની લઈ ચર્ચામાં છે. એક કરતા અનેક પોઝમાં આપેલા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
સાઉથથી લઈને બોલીવૂડ સુધી પોતાની એક્ટિંગ અને સુંદરતાને લઈ પોતાના ચાહકોને ઘાયલ કરનારી રશ્મિકા અત્યારે જાપાનના પ્રવાસે છે, જેમાં તાજેતરમાં રશ્મિકાએ પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં સ્ટાઈલિશ અને સ્ટનિંગ લૂકમાં જોવા મળી હતી. રશ્મિકાએ પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લાખો લોકોએ તેના પર લાઈક આપી હતી, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ આપી હતી.
તસવીરમાં રશ્મિકા એક બાલ્કનીમાં મસ્ત પોઝ આપ્યો હતો, જ્યારે તેના પર એક ચાહકે તો રશ્મિકા નહીં ક્રશ્મિકા લખીને તેના પર હાર્ટના ઈમોજી મૂક્યા હતા. અન્ય તસવીરોમાં રશ્મિકા એકદમ સ્ટાઈલિશ લૂક આપ્યો હતો. રશ્મિકાના આઉટફીટની વાત કરીએ તો ઓફ શોલ્ડર ડીપ નેક ગાઉનમાં જોવા મળી હતી.
શોર્ટ ઓપન હેર લૂક સાથે સ્મોકી મેક અપમાં જોવા મળતી રશ્મિકાએ એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા હતા, તેનાથી ચાહકોએ તેના ઓવરાણા લીધા હતા. અમુક યુઝરે લખ્યું હતું કે હોટ અને સ્ટનિંગ લખીને તેની પ્રશંસા કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રશ્મિકાની પાસે આ દિવસોમાં ઘણી ફિલ્મો છે. હાલમાં જ ‘એનિમલ’માં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી. આ પછી રશ્મિકાની રવિ તેજા સાથે ‘રેઈન્બો’, ‘ડી51’, ‘છાવા’, ‘પુષ્પાઃ ધ રૂલ’ અને અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે.