ડીપ ફેક કેસમાં રશ્મિકાએ નિવેદન આપ્યું, આરોપી છે પોલિસની હિરાસતમાં

મુંબઈઃ અભિનેત્રી રશ્મિકા મંદન્ના સાઉથથી લઈને બોલિવૂડ સુધીના ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. નેશનલ ક્રશ તરીકે ઓળખાતી રશ્મિકાના ચાહકો તેને આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’માં જોવાની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા રશ્મિકાના ડીપ ફેક વીડિયો વાયરલ થયા હતા અને અભિનેત્રીએ ફરિયાદ નોંધાવતા એક આરોપીની ધરપકડ પણ થઈ હતી.
અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ ડીપફેક વીડિયો કેસમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. મળતી માહિતી મુજબ ડીપફેક વીડિયો કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની IFSO ટીમે મુંબઈમાં રશ્મિકાના નિવેદન નોંધ્યું છે.
21 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો. નવીન નામના આ વ્યક્તિની ઉંમર 23-24 વર્ષ હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: રશ્મિકા મંદાનાના ‘કુબેર’ના લૂકે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ ગ્લેમરસ અંદાજ…
રશ્મિકાની ફિલ્મ એનિમલની રિલીઝ પહેલા, તેનો આ વીડિયો 6 નવેમ્બર 2023ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો જોઈને લોકો વિશ્વાસ જ ન કરી શક્યા કે તે રશ્મિકા છે. અને એ વાત સાચી નીકળી, આ વાયરલ વીડિયો એક ડીપફેક વીડિયો હતો, જેમાં બ્રિટિશ ઝરા પટેલના શરીર પર રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો હતો.
આ વાયરલ વીડિયો વાયરલ થયા આવ્યા બાદ પોલીસ નવેમ્બરમાં એક્શનમાં આવી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. 10 નવેમ્બરના રોજ, DCWની ફરિયાદ પર, દિલ્હી પોલીસે કેસ નોંધ્યો અને 500 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની શોધ કરી. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમની ટીમ ઘણા રાજ્યોમાં પણ ગઈ હતી અને ત્યારબાદ નવીનને આંધ્ર પ્રદેશના ગુંટુરથી ધરપકડ કરવામાં આવી હતી.
રશ્મિકા વિશે વાત કરીએ તો હવે તે અલ્લુ અર્જુન સાથે ફિલ્મ પુષ્પા 2: ધ રૂલમાં જોવા મળશે. આ સિવાય તે ધનુષ સાથે ફિલ્મ કુબેરામાં પણ કામ કરી રહી છે.