મનોરંજન

સંજય દત્તની દીકરી સાથે એનિમલ સ્ટારનું ડિનર

એનિમલ ફિલ્મ દેશભરના થિયેટરો ગજાવી રહી છે અને રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. અભિનેતા રણબીર કપૂરની કરિયરની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ રહી છે.

એનિમલ ફિલ્મની સફળતા બાદ અભિનેતા રણબીર કપૂર ચિલ મૂડમાં છે. હાલમાં જ તેને એક સ્ટાર કીડ સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર કીડ બીજું કોઇ નહી પણ અભિનેતા સંજય દત્તની દીકરી ત્રિશલા હતા. સંજય દત્તની દીકરી ત્રિશલા ન્યુયોર્કમાં તેના નાના-નાની પાસે રહે છે.


હાલમાં ત્રિશલા મુંબઇ આવી છે. તાજેતરમાં જ રણબીર કપૂર ત્રિશલા સાથે જોવામાં આવ્યો હતો. પોતાના મનગમતા સ્ટારને મળીને ત્રિશલા પણ ઘણી ખુશ દેખાઇ રહી હતી. બંનેએ પોશ રેસ્ટોરેન્ટમાં સાથે ડિનર પણ લીધું હતું.


મનગમતી ડીશઓ સાથે બંનેએ મોંઘા વાઇનની મઝા પણ માણી હતી. બંને સ્ટાર કીડ જે મોંઘા વાઇનની મઝા માણી રહ્યા હતા, તેની કિંમત જાણીને તમારુ મગજ ચકરાઇ જશે. ત્રિશલાએ આ મોંઘા દાટ વાઇનની અને તેની ડિનર ડેટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ત્રિશલાએ સોશિયલ મીડિયા પર Giuseppe Rinaldi Barolo વાઇનનો ફોટો પણ શએર કર્યો છએ. આ વાઇનની કિંમત તમે જાણો છો? નથી જાણતા ને! તો અમે તમને જણાવી દઇએ કે આ વાઇનની એક બોટલની કિંમત છે માત્ર 33 હજાર રૂપિયા! આટલું તો દેશના મોટા ભાગના લોકોનું મહિનાનું ઘરનું બજેટ પણ નથી હોતું! પણ સ્ટાર કિડ્સની તો વાત જ ન્યારી છે.

બંનેએ ડિનર ડેટ પર ક્વોલિટી ટાઇમ એન્જોય કર્યો હતો. ત્રિશલા અને રણબીરના સાથે ડિનરના ફોટો ફેન્સમાં વાયરલ થઇ રહ્યા છએ અને એમની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. તેમના ફેન્સ કહી રહ્યા છે કે સ્ટાર કીડ પર પણ એનિમલનો જાદુ ચાલી ગયો.


સંજય દત્તની દીકરી ત્રિશલાની વાત કરીએ તો તે ન્યુયોર્કમાં તેના નાના-નાની સાથે રહે છે. તેને ફિલ્મોમાં ખાસ રસ નથી, તેથી તે ફિલ્મોમાં આવવા નથી માગતી. વ્યવસાયે તે psychotherapist છે. સંજય દત્ત ઘણી વાર તેની દીકરીને મળવા ન્યુયોર્ક જાય છે, તો ક્યારેક ક્યારેક ત્રિશલા પણ તેના ડેડી ડિઅરેસ્ટને મળવા ઇન્ડિયા આવતી રહે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…