મનોરંજન

‘રમન રાઘવ’ ફેમ અભિનેત્રીની હોલીવુડમાં એન્ટ્રી, 9 વર્ષ પહેલા ઓડિશન આપ્યું હતું…

લૉસ એન્જલસ: બૉલીવુડ સાથે અનેક સુપરહીટ વેબ સિરીઝમાં અભિનયથી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી શોભિતા ધુલિપાલાએ હવે હૉલીવૂડમાં પણ પોતાનું ડેબ્યું કર્યું છે. હાલમાં રિલીઝ થેયલી હૉલીવુડની ફિલ્મ ‘મંકી મેન’માં શોભિતા દેવ પટેલ સાથે લીડ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ માટે શિભિતાએ નવ વર્ષ પહેલા ઓડિશન આપ્યું એવું પણ તેણે કહ્યું હતું.

‘ધ નાઈટ મેનેજર’ અને ‘મેડ ઇન હેવન’ જેવી અનેક લોકપ્રિય વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી શોભિતા ધૂલિપાલાએ હવે હૉલીવૂડ પહેલું પગલું ભર્યું છે. ઇન્ટરનેશનલ સ્તરે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ મંકી મેન’માં શોભિતા ધૂલિપાલાએ લીડ અભિનેતા દેવ પટેલ સાથે કામ કરવાના તેના અનુભવ બાબતે જણાવ્યું હતું.

દેવ પટેલે આ ફિલ્મમાં લીડ રોલ પ્લે કરવાની સાથે ફિલ્મને પ્રોડ્યુસ અને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ લોકોને ખૂબ જ ગમી છે પણ ભારતમાં આ ફિલ્મને રિલીઝ નહીં કરવામાં આવે એવી ચર્ચા છે.

આપણ વાંચો: 51 વર્ષે હોલીવુડની અભિનેત્રી બીજી વખત બની માતા, સોશિયલ મીડિયા પર આપી ખુશખબર

‘ધ મંકી મેન’ બાબતે વાત કરતાં શોભિતા ધૂલિપાલાએ કહ્યું હતું કે હું ‘મંકી મેન’માં સિતા નામની એક મહિલાનો રોલ પ્લે કરું છે, જે એક કોલ ગર્લ છે. શોભિતાએ આ ફિલ્મ માટે તેના બૉલીવુડ ડેબ્યૂ પહેલા આ ફિલ્મમાં રોલ માટે ઓડિશન આપ્યું હતું.
શોભિતાએ કહ્યું હતું કે ‘મંકી મેન’માં રોલ માટે મને અનેક વર્ષો બાદ મને જણાવવામાં આવ્યું હતું.

શોભિતાએ આગળ કહ્યું હતું કે હૉલીવુડમાં ડેબ્યું કરવું એ મારી માટે એક અલગ પ્રકારનો સંબંધ હતો. આ સંબંધમાં વિશ્વાસ, ભય, નબળાઈ હોય છે, જે તમેને એક ટીમ તરીકે સાથે આગળ વધવાની તક આપે છે. પહેલીવાર ફિલ્મમેકર સાથે કામ કરવું મારી માટે એક જુદો એક્સપિરિયન્સ હતો, જે મેળવવા માટે મેં આ ફિલ્મમાં કામ કરવા માટે હા પાડી હતી.

હૉલીવૂડની ફિલ્મ ‘ધ મંકી મેન’ બાબતે જણાવવાનું કે આ ફિલ્મ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા એક વ્યક્તિ તેની માતાની હત્યાનો બદલો લેવા માટે પ્રયત્નો કરે છે એ બાબતે છે. આ ફિલ્મ ભારતના માયથોલોજિકલ કેરેક્ટર હનુમાનની દંતકથા પર આધારિત છે.

આ ફિલ્મ વડે દેવ પટેલે ડિરેક્ટર તરીકે પણ ડેબ્યું કર્યું છે. ‘ધ મંકી મેન’ને પાંચ એપ્રિલે આખી દુનિયામાં રિલીઝ કરવામાં આવી હતી પણ ભારતમાં આ ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ ન મળતા ફિલ્મ ભારતમાં રિલીઝ થશે કે નહીં એ બાબતે હજુ પણ સસ્પેન્સ બની રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત