રામ કપૂરે ‘બિગ બોસ 19’માં ભાગ લેવા અંગે મૌન તોડ્યું: 20 કરોડ મળે તો પણ…

મુંબઈ: સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ સીઝન 19ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શો શરૂ થવાના થોડા મહિના પહેલા જ શોની નવી થીમ અને સ્પર્ધકોના નામને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળતી હોય છે. પોતાના ફેરવેરટ સેલેબ્રિટીની બિગ બોસમાં જોવા માટે લોકો રાહ જોતા હોય છે. આ દરમિયાન ટીવી અભિનેતા રામ કપૂરનું નામ બિગ બોસ 19 માટે ચર્ચાય રહ્યું છે, પરંતુ આ અફવાને તેને નકારી કાઢી છે.
રામ કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે બિગ બોસ-19માં જોવા નહીં મળે. તેમણે કહ્યું, “ભલે મને 20 કરોડ રૂપિયા ઓફર થાય, તો પણ હું આ શોમાં નહીં જાઉં. આ શો સફળ છે, પરંતુ મારા માટે નથી.” રામ કપૂરે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાને એક અભિનેતા માને છે અને તેને રિયાલિટી શોમાં રસ નથી.
રામ કપૂરે કહ્યું કે બિગ બોસ જેવા શો લોકોના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં નવા ટેલેન્ટને બતાવવાને બદલે બીજાના જીવન પર વધુ ધ્યાન આપવામા આવે છે. તેણે કહ્યું કે, ‘હું ખૂબ જ ખાનગી વ્યક્તિ છું. બિગ બોસ માટે હું સૌથી ખરાબ પસંદગી હોઈશ.” તેમણે રિયાલિટી શોમાં ભાગ ન લેવાનો પોતાનો નિર્ણય દોહરાવ્યો.
‘બિગ બોસ 19’ની થીમ ‘રિવાઈન્ડ’ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, અને શોમાં સિક્રેટ રૂમ જેવી નવી વિશેષતાઓ હોઈ શકે છે. આ શો ટીવીનો સૌથી લોકપ્રિય અને વિવાદાસ્પદ શો છે. જો કે આ શોની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેમ છતા લોકોમાં આ શોને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…શું રામ કપૂરે વજન ઘટાડવા માટે કરાવી હતી સર્જરી? જાણો સચ્ચાઇ