
ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી વિરાટ કોહલી છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. વિરાટે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ અવનીત કૌરનો ફોટો કથિત રીતે લાઈક કર્યો હતો અને ત્યાર બાદ વિરાટે ઈન્સ્ટા પોસ્ટ કરીને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેણે ફોટો લાઈક કર્યો નથી.
જોકે, હવે એક્ટ્રેસ રકુલ પ્રીતે વિરાટ કોહલીને ડિફેન્ડ કરતાં તેને સપોર્ટ કર્યો છે. રકુલે જણાવ્યું હતું કે તેમના એક લાઈકથી એક છોકરીના બે મિલિયન ફોલોવર્સ વધી ગયા હતા.
આપણ વાંચો: RCBની જીત: વિરાટ કોહલીએ અનુષ્કાને આપી ફ્લાઈંગ કિસ, વીડિયો વાયરલ!
એક ઈન્ટરવ્યુમાં રકુલ પ્રીત કૌરે આ વિવાદ રિએક્શન આપ્યું છે. તેણે જણાવ્યું હતું કે આપણે અહીં એટલા બધા નવરા બેઠા છીએ કે આપણને ખબર છે કે વિરાટ કોહલીના એક લાઈકથી એક છોકરીના બે મિલિયન ફોલોવર્સ વધી ગયા છે. શું એનાથી કોઈ ફરક પડે છે? એનાથી પણ દુઃખની વાત એ છે કે આ વાત સમાચાર બની ગઈ.
રકુત પ્રીત સિંહે જણાવ્યું હતું કે સેલેબ્સ હંમેશા વિવાદોના ઘેરામાં આવે છે. ત્યાર બાદ રકુલે જણાવ્યું હતું કે શું તમને લાગે છે વિરાટને સ્પષ્ટતા કરવા માટે દબાણ કરવામાં આવ્યું હોય? જેના જવાબમાં તેણે જણાવ્યું હતું કે આ ખૂબ જ પર્સનલ નિર્ણય છે. મને લાગે છે કે જ્યારે તમે વિરાટના લેવલના સેલિબ્રિટી હોવ ત્યારે તમે જે પણ કંઈ કરો છો એ બધુ સ્કેનરના અંડર આવી જાય છે.
તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે એક વ્યક્તિ સમય સાથે આગળ વધે છે અને બદલાય છે. એ પહેલાં ભલે એક રિબેલ હોય, પણ તે હવે બદલાયેલી વ્યક્તિ છે, કારણ કે તે બદલાવવા માંગતી હતી.
આપણે કોણ છીએ કે શરૂમાં તે ખૂબ એક્સપ્રેસિવ હતા અને હવે તેમને એક લાઈક માટે સ્પષ્ટતા આપવી પડે છે. દરેકની એક જર્ની હોય છે. અને ઈન્સ્ટાગ્રામ પર આ બોટ્સ પાસે કોઈ કામ છે….
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ અવનીત કૌરનો એક ફોટો લાઈક કર્યો હતો, અને ત્યાર બાદ વિરાટ કોહલીએ આ બાબતે પોસ્ટ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી કે આ લાઈક તેણે નહોતું કર્યું. જોકે, ત્યાર બાદથી જ વિરાટ ટ્રોલ્સના નિશાના પર આવી ગયો હતો અને લોકોએ તેને ઘણી બધી ખરી ખોટી સંભળાવી હતી.