મનોરંજન

રાખી સાવંતે મુસ્લિમ મહિલા મુદ્દે નીતીશ કુમાર પર સાધ્યું નિશાન, માફી માગવાની કરી ડિમાન્ડ…

મુંબઈ: બોલીવુડની એન્ટરટેઇનમેન્ટ ક્વીન રાખી સાવંત હંમેશા પોતાના અતરંગી અંદાજ અને બેબાક નિવેદનો માટે ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે ફરી એકવાર રાખીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા મુસ્લિમ યુવતી સાથે કરવામાં આવેલા દુર્વ્યવહાર પર નિવેદન આપ્યું હતું.

વીડિયોની શરૂઆતમાં નીતીશ કુમાર પ્રત્યે સન્માન વ્યક્ત કરતી રાખી અચાનક એવી વાતો કરવા લાગે છે કે નેટીઝન્સ હસી હસીને લોટપોટ થઈ ગયા છે. આ વીડિયોમાં રાખીએ ગંભીર મુદ્દાને પણ એવી રીતે રજૂ કર્યો છે કે સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા જાગી છે.

વાયરલ વીડિયોમાં રાખી સાવંત નીતીશ કુમારને સંબોધતા કહે છે કે, “હું તમારી બહુ મોટી ફેન છું, પણ આ તમે શું કરી નાખ્યું?” રાખીએ નીતીશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના સન્માન દરમિયાન થયેલી કથિત ઘટના પર રોષ વ્યક્ત કર્યો હતો. રાખીએ ઈસ્લામ અને કુરાનનો હવાલો આપીને કહ્યું કે એક મુસ્લિમ મહિલાના નકાબને કોઈ હાથ ન લગાવી શકે. જોકે, વાત કરતા-કરતા રાખી એટલી હદે વહી ગઈ કે તેણે નીતીશ કુમારને બિહારના બદલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગણાવી દીધા હતા.

પોતાના હાસ્યાસ્પદ અંદાજમાં રાખીએ વીડિયોમાં આગળ કહ્યું કે, “તમે એક મહિલાનો નકાબ ખેંચી રહ્યા છો, એ કેટલું શરમજનક છે. અસભ્ય ભાષાનો ઉલ્લેખમાં માફી માગવાની વાત કરી હતી. રાખીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે કે રાખીએ ગુસ્સામાં પણ ફની ડોઝ આપી રહી છે.

રાખી સાવંતે જ્યારે નીતીશ કુમારને ‘UP ના CM’ કહ્યા, ત્યારે લોકોનું ધ્યાન તેના મુદ્દા કરતા તેના જનરલ નોલેજ (GK) પર વધુ ગયું. ઘણા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, “કોઈ તો આને જણાવો કે નીતીશ કુમાર ક્યાના મુખ્યમંત્રી છે!” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “આટલા ગંભીર વિષય પર રાખી સિવાય બીજું કોઈ આવું મજાકિયું નિવેદન ન આપી શકે.” લોકો રાખીના ‘ધોતી ખેંચવા’ વાળા ડાયલોગ પર ખૂબ હસી રહ્યા છે અને આ વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button