મનોરંજન

Happy Birthday: 46ની આ કૉન્ટ્રોવર્સી ક્વિને ચાર નામ બદલ્યા

બોલીવૂડમાં આજકાલ તો ઘણા એવા નામ છે જે વિવાદો ઊભા કરવા જાણીતા છે. ટીવી પર આવતા અમુક શૉ અને સૉશિયલ મીડિયાને લીધે ડ્રામેબાજ લોકોની ડિમાન્ડ વધી છે, પરંતુ 15-20 વર્ષ પહેલા એક છોકરીએ આવા ડ્રામા ક્રિએટ કરવાની શરૂઆત કરી અને નામ મળ્યું ને બદનામ પણ થઈ.

બોલીવૂડની ડ્રામા ક્વિન ગણાતી રાખી સાવંતની વાત કરી રહ્યા છીએ કારણ કે આજે તે પોતાનો 46મો જન્મદિવસ મનાવી રહી છે. 25 નવેમ્બર, 1978માં જન્મેલી રાખી સાવંતે ઓછી ફિલ્મોમાં કામ કર્યુ છે પણ વિવાદો ઘણા ઊભા કર્યા છે.

જોકે રાખીનું જીવન આમ તો ગરીબી અને તકલીફોમાં પસાર થયું છે. રાખીના પિતા વિશે કોઈને ખાસ જાણકારી નથી. તેની માતા જયા ભેદા એ આનંદ સાવંત નામના પોલીસ કોન્સ્ટેબલ સાતે બીજા લગ્ન કર્યા અને પોતાના ત્રણ સંતાન સાથે તેમની સાથે રહેવા આવી ગઈ.

આપણ વાંચો: બિગબોસના ઘરમાં હવે જોવા મળશે રાખી સાવંત? પતિ આદિલ સાથે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ચર્ચા

જેમાંની એક એટલે નીરુ સાવંત. હા, રાખીનું ઓરિજિનલ નામ નીરુ છે. રાખીએ ઘર છોડ્યું હોવાનો દાવ કર્યો છે અને અંબાણી પરિવારના એક સમારંભમાં ભોજન પિરસી રૂ. 50 કમાયાનો દાવો પણ કર્યો છે. તેનાં માતા-પિતા તેની આ હરકતોથી નારાજ રહેતા હોવાનું પણ તે સ્વીકારી ચૂકી છે.

રાખીએ અગ્નિચક્ર ફિલ્મમાં આવી ત્યારે પોતાનુ નામ નીરુમાંથી બદલી રૂહી સાવંત રાખ્યું હતું. તેણે ત્રણ ચાર ફિલ્મો પણ કરી. રૂહીમાંથી તે રાખી ક્યારે બની ગઈ તે કોઈને ખબર નથી અને તેણે પણ કંઈ કહ્યું નથી.

આપણ વાંચો: ટીવી એક્ટ્રેસને Emergency Hospitalised કરવી પડી, ફેન્સ પડ્યા ચિંતામાં…

આમ તેનાં ત્રણ નામ તો હતા. ત્યાર બાદ તેણે 2023માં આદિલ ખાન સાથે લગ્ન કર્યા અને પોતાનું નામ રાખી સાવંત ફાતિમા કર્યુ. આમ અત્યાર સુધીમાં તે ચાર નામ રાખી ચૂકી છે. આદિલ પહેલા પણ ત્રણ પુરુષો સાથે તેના નામ જોડાઈ ચૂક્યા છે.

રાખી રાજકારણમાં પણ ઝંપલાવી ચૂકી છે. બીગ બૉસમાં ભાગ લીધા બાદ તે ફરી લાઈમલાઈટમાં આવી. જોકે વર્ક ફ્રન્ટ પર રાખીએ ખાસ કંઈ મેળવ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button