‘જોવાવાળાની આંખમાં જ ખરાબી છે!’ અભિનેત્રીને કિસ કરવા બદલ ટ્રોલ થયેલા રાકેશ બેદીનો જવાબ

મુંબઈ: તાજતેરમાં ધુરંધર ફિલ્મની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં 71 વર્ષીય અભિનેતા રાકેશ બેદી ચર્ચામાં આવ્યા હતાં. ઇવેન્ટનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ 20 વર્ષીય અભિનેત્રી સારા અર્જુનને ભેટતા અને ખભા પર કિસ કરતા દેખાયા હતાં, ત્યાર બાદથી કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે અને આરોપ લગાવી રહ્યા છે. રાકેશ બેદીએ હવે ટ્રોલ્સ અને ટીકાકારોને જવાબ આપ્યો છે.
નોંધનીય છે કે આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ “ધુરંધર”માં રાકેશ બેદી જમીલ જમાલીનું પાત્ર ભજવી રહ્યા છે. સારા અર્જુન ફિલ્મમાં જમીલ જમાલીની દીકરીનું પાત્ર ભજવી રહી છે.
આપણ વાચો: ‘ધુરંધર’ના જમીલ જમાલી ઉર્ફે રાકેશ બેદીને કેમ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી?
તાજેતરમાં એક ન્યુઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુંમાં રાકેશ બેદીએ કહ્યું, “સારા મારી ઉંમરથી અડધી ઉંમરની પણ નથી અને ફિલ્મમાં તે મારી દીકરીનો રોલ કરી રહી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તે મને એવી રીતે ગળે લગાવતી, જેમ કોઈ દીકરી તેના પિતાને ગળે લગાવે છે. અમારા વચ્ચે ખુબ જ સ્નેહ ભર્યો સંબંધ છે, જે સ્ક્રિન પર દેખાય છે.”
રાકેશ બેદીએ ટીકાકારોને જવાબ આપતા કહ્યું કે લોકો અમારા વચ્ચેનો સ્નેહ જોઈ રહ્યા નથી. એક વડીલનો દીકરી પ્રત્યેનો પ્રેમ. જોવા વાળાની આંખમાં ખરાબી હોય, તો બીજું કોઈ શું કરી શકે? હું તેને સ્ટેજ પર, તેના માતાપિતાની સામે, ખરાબ ઇરાદાથી તેને કિસ્સ કેવી રીતે કરી શકું? લોકો સોશિયલ મીડિયા પર આવી વાતો ફેલાવે છે.
રાકેશે બેદીએ જણાવ્યું કે તેઓ પોતાને બચાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા.



