‘જેલર 2’ની રિલીઝ ડેટ જાહેર: રજનીકાંતે કહ્યું આ તારીખના આવશે ફિલ્મ આવશે થિયેટરમાં

મુંબઈ: દક્ષિણ ભારતની ફિલ્મોમાં સુપર સ્ટાર તરીકે જાણીતા અભિનેતા રજનીકાંતે તાજેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. આ સાથે તેમની ‘કૂલી’ ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. જે પણ બોક્સ ઓફિસ પર હીટ રહી છે. પોતાના કરિયર દરમિયાન રજનીકાંતે અનેક એક્શન ફિલ્મો કરી છે. 2023માં આવેલી ‘જેલર’ ફિલ્મ પણ આવી જ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. જોકે, હવે આ ફિલ્મની સિક્વલ ફિલ્મ ‘જેલર 2’ તૈયાર થઈ રહી છે. જેની રિલીઝ ડેટ રજનીકાંતે જણાવી દીધી છે.
કેરળમાં થયું ‘જેલર 2’નું શૂટિંગ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મોની સિક્વલ બનાવવાનું પ્લાનિંગ અગાઉથી જ કરી રાખતા હોય છે. રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ના મેકર્સે પણ આવું જ કઈ વિચાર્યું હતું. જેથી આ ફિલ્મ રિલીઝ થયાના દોઢ વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 17 જાન્યુઆરી 2025ના આ ફિલ્મનું ટીજર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં રજનીકાંતનો એક્શન અવતાર જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Mastiii-4નું ટીઝર આઉટઃ વિવેક ઓબેરોયનું કમબેક પણ એ જ બોરિંગ કોન્સેપ્ટ
રજનીકાંતે જણાવી ફિલ્મની રિલીઝ ડેટ
ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફિલ્મ ‘જેલર 2’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કેરળના પલક્કડ પાસે રજનીકાંત ‘જેલર 2’નું શૂટિંગ કરવા પહોંચ્યા છે. અહીં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે, ફિલ્મનો ક્લાઈમેક્સ સીન કેરળમાં શૂટ કરવામાં આવ્યો છે. જોકે, શૂટિંગ પૂરૂ કર્યા બાદ રજનીકાંત ચેન્નઈ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “જેલર 2 ફિલ્મ 12 જૂન 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.”
આ પણ વાંચો : નેશનલ એવોર્ડ જીતનારા આ નાનકડા કલાકારો કોણ છે, જાણો છો? અહીંયા જાણી લો એક ક્લિક પર…
‘જેલર 2’માં રજનીકાંત સાથે હશે અન્ય સ્ટાર
‘જેલર’ ફિલ્મ 200 કરોડથી વધુના બજેટમાં તૈયાર થઈ હતી. જેણે 600 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં રજનીકાંત સાથે રામ્યા કૃષ્ણન, વિનયકન, સુનીલ, વસંત રવિ, યોગી બાબુ અને મિરનાએ અભિનય કર્યો હતો. જોકે, ‘જેલર 2’ ફિલ્મમાં રજનીકાંત સાથે સૂર્યા અને નંદમૂરી બાલાકૃષ્ણ જેવા સ્ટાર્સ જોવા મળશે, એવું સૂત્રો જણાવી રહ્યા છે.