આ સ્ટારે કર્યું Amitabh Bachchanનું અપમાન, જયા બચ્ચને કર્યું કંઈક એવું કે…

આજે ભલે ઈન્ડસ્ટ્રીમાં બચ્ચન પરિવારનો દબદબો જોવા મળે છે પણ એક સમય એવો પણ હતો કે જ્યારે ઈન્ડસ્ટ્રીમાં સુપર સ્ટાર રાજેશ ખન્નાનો ડંકો વાગતો હતો. એ સમયે તેમની સામે બીજા કોઈ અભિનેતાની ટકવાની તાકાત નહોતી. ધીરે ધીરે સમય બદલાયો અને રાજેશ ખન્નાની જગ્યા અમિતાભ બચ્ચનને લીધી.
આ જ કારણ છે કે રાજેશ ખન્ના બિગ બીથી ઈનસિક્યોર ફીલ કરવા લાગ્યા હતા અને તેમણે અમિતાભ બચ્ચનનું અપમાન કર્યું હતું. એ સમયે જયા બચ્ચનને રાજેશ ખન્નાને એવી વાત કહી હતી જે બાદમાં સાચી થઈ ગઈ હતી. આ વાતનો ખુલાસો ખુદ એક પત્રકારે કર્યો હતો. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…
આપણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર : રાજેશ ખન્ના ઉર્ફ કાકા… ઓરિજિનલ સુપર સ્ટારના ઓરિજિનલ જાણવા જેવા સુપર કિસ્સા…
વાત જાણે એમ છે કે રાજેશ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા અને તેમની સામે કોઈ સ્ટાર ટકી શકતા નહોતા. પરંતુ ધીરે ધીરે અમિતાભ બચ્ચનનો દૌર આવ્યો અને રાજેશ ખન્નાનું સ્ટારડમ ઝાંખુ પડવા લાગ્યું. રાજેશ ખન્ના બિગ બીથી ઈનસિક્યોર ફીલ કરવા લાગ્યા હતા અને રાજેશ ખન્નાએ પોતાના એટિટ્યૂડમાં કે ફીમાં ઘટાડો નહીં કર્યો.
પત્રકારે ઈન્ટરવ્યુમાં એવો ખુલાસો કર્યો હતો કે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન બાદ રાજેશ ખન્નાના કરિયરનો ગ્રાફ નીચે જવા લાગ્યો પણ તેમણે પોતાના રવૈયા કે ફીમાં ઘટાડો નહીં કર્યો.
અમિતાભની ચડતી જોઈને ઈનસિક્યોર થયેલાં રાજેશ ખન્નાએ તેમની પ્રોફેશનલ જ નહીં પણ પર્સનલ લાઈફમાં પણ દખલગિરી કરવા લાગ્યા હતા. રાજેશ ખન્નાએ જયા બચ્ચનને ત્યાં સુધી કહી દીધું હતું કે તું કેમ આની સાથે ફરે છે? આની સાથે તારું કંઈ નહીં થાય વગેરે વગેરે…
આપણ વાંચો: રાજેશ ખન્નાએ જ્યારે આ અભિનેતાને મારી દીધી હતી લાત, કાયમ માટે પૂરા થઇ ગયા હતા સંબંધો
ફિલ્મ બાવર્ચીના સેટ પર પણ રાજેશ ખન્નાએ બિગ બીનું અપમાન કર્યું અને તેમની દુર્લક્ષ કર્યું હતું. આ વાતથી ગુસ્સે ભરાયેલા રાજેશ ખન્નાને જાણે બદદુઆ આપતા કહ્યું હતું કે એક દિવસ જો જો એ ક્યાં હશે અને તમે ક્યાં હશો… જયા બચ્ચનની આ વાત બાદમાં સાચી પૂરવાર થઈ અને રાજેશ ખન્નાનો સિતારો આથમવા લાગ્યો અને બિગ બીનો સિતારો બુલંદી પર ચઢવા લાગ્યો.
આજે બિગ બીની ગણતરી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોમાં કરવામાં આવે છે અને તેઓ સદીના મહાનાયક તરીકે ઓળખાય છે. જોકે, એ વાત અલગ છે કે હાલમાં આ બચ્ચન પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે.