મનોરંજન

રાધિકા યાદવ મર્ડર કેસ: પિતાએ એક્ટર સાથેના અફેરની શંકામાં હત્યા કરી, શું છે હકીકત?

ગુરુગ્રામ: હરિયાણાની સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ચકચારી મચી ગઈ છે. રાધિકાની તેના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી છે. રાધિકાના રીલ બનાવવાના કારણે તેઓ નારાજ હતા. એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પરંતુ હવે રાધિકાના અફેરને લઈને પણ તેનો પિતાએ હત્યા કરી હોવાની અટકળો પણ વહેતી થઈ છે. ત્યારે રાધિકાનું કોઈ સાથે અફેર હતું કે નહીં? આવો જાણીએ.

રાધિકાએ વીડિયો આલ્બમમાં કર્યું કામ

રાધિકા યાદવ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા માંગતી હતી. જેથી તે રીલ બનાવીશે ઇન્ટાગ્રામ પર શેર કરતી હતી. આ સિવાય રાધિકા યાદવે એક વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું હતું. જેમાં ઇનામ-ઉલ-હક નામનો એક્ટર તેની સાથે હતો. જેથી હવે રાધિકા યાદવની હત્યામાં ઇનામ-ઉલ-હક પર પણ શંકા જઈ રહી છે.

રાધિકાનું કો-એક્ટર સાથે હતું અફેર?

રાધિકા યાદવનું ઇનામ-ઉલ-હક સાથે અફેર હોવાની સંભાવના પણ જણાઈ રહી છે. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઇનામ-ઉલ-હકની મેનેજરે કલ્પના આર્યએ જણાવ્યું છે કે, ગયા વર્ષે ઉનાળા દરમિયાન રાધિકા યાદવ અને ઇનામ-ઉલ-હકના વીડિયો આલ્બમનું શુટિંગ થયું હતું. એ સમયે તેઓની વચ્ચે માત્ર હાય-હેલ્લો સુધીનો સંબંધ રહ્યો હતો. રાધિકા યાદવનું ઇનામ-ઉલ-હક સાથે કોઈ પણ પ્રકારનું અફેર હતું નહી.

રાજીખુશીથી વીડિયો શૂટિંગ કર્યું હતું

કલ્પના આર્યએ વધુમાં જણાવ્યું કે, “ઇનામ એ પ્રકારનો છોકરો નહોતો. તે છોકરીઓ અને અફેર જેવી બાબતોથી દૂર રહેતો હતો. રાધિકાની હત્યા સાથે તેને કોઈ લેવા-દેવા નથી.” વીડિયો શુટિંગને લઈને રાધિકાના પિતાના વિરોધ અંગે મેનેજરે જણાવ્યું કે, “રાધિકાના વીડિયો શૂટિંગમાં તેના પિતાનો વિરોધ હોય એવું લાગતું ન હતું. રાધિકા રાજીખુશીથી આવી હતી. રાધિકાની બોડી લેંગ્વેજથી પણ એવું ન હતું લાગતું. અમારી વચ્ચે હાય-હેલ્લો સિવાય બીજી વધારે વાત થઈ નહોતી.”

આપણ વાંચો:  આ કારણે ઝરીન ખાન થઈ પેપ્ઝ પર ગુસ્સે, વીડિયો થયો વાઈરલ…

ઉલ્લેખનીય છે કે, રાધિકા યાદવની હત્યાના કેસને લઈને પોલીસની પૂછપરછમાં રાધિકાના પિતાએ પોતે હત્યા કર્યાની કબૂલાત કરી હતી અને હત્યાનું કારણ પણ જણાવ્યું હતું. પોલીસે રાધિકાના પિતા પાસેથી રિવોલ્વર પણ જપ્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button