પતિ અનંત અંબાણી સામે જ સસરા મુકેશ અંબાણી માટે Radhika Merchantએ કહી એવી વાત કે…

જ્યારથી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અને અનંત અંબાણી (Anant Ambani) ના લગ્ન થયા છે ત્યારથી આ દંપતિ સતત લાઈમલાઈટમાં રહે છે. રાધિકાના અનેક વીડિયો અને ફોટો વાઈરલ થતાં હોય છે, એટલું જ નહીં પણ રાધિકા મર્ચન્ટ અવારનવાર સસરા મુકેશ અંબાણી સાથે જોવા મળે છે, જેને કારણે લોકો જાતજાતની વાતો કરતાં પણ જોવા મળે છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પતિ અનંત અંબાણીની સામે જ રાધિકા મર્ચન્ટે સસરા મુકેશ અંબાણી માટે એવી વાત કહી હતી કે જે સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા છે.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે રાધિકા મર્ચન્ટ સસરા મુકેશ અંબાણી માટે કંઈ કહેતી જોવા મળી રહી છે અને આ સમયે પતિ અનંત અંબાણી પણ એની સાથે હતો અને અનંત રાધિકાને હિંમત બંધાવી રહ્યો છે. રાધિકા મર્ચન્ટે મુકેશ અંબાણીને એક સારા પતિ અને પિતા ગણાવીને તેમના ભરપેટ વખાણ કર્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યા છે.
રાધિકાએ વીડિયોમાં એવું કહેતી સાંભળવા મળે છે કે પપ્પા હું જેટલા પણ લોકોને ઓળખું છું તેમાં તમે સૌથી પ્રોત્સાહિત કરનાર વ્યક્તિ છો. તમે તમારી આસપાસમાં રહેતી ત્રણ મહિલાઓને આત્મવિશ્વાસ આપો છો અને એની સાથે આપો છો પ્રેમ અને દેખભાલ. એક પિતા અને પતિના બેસ્ટ ઉદાહરણ સમાન છો તમે કોમેડીના સાચ્ચા રાજા છો. રાધિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાદ સૌથી વધુ ટ્રેન્ડમાં રહેલાં 2025 હાઈફાઈ લગ્ન…
આ વીડિયોને લઈને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો લગ્ન પછીનો છે. આ વીડિયોમાં મુકેશ અંબાણી સામે ઓડિયન્સમાં બેઠા છે અને રાધિકા અને અનંત સામે સ્ટેજ પર ઊભા છે. અહીંયા તમારી જાણ માટે કે અનંત-રાધિકાના લગ્ન ભારતના સૌથી મોંઘા લગ્નમાંથી એક છે અને આ લગ્નમાં અંબાણી પરિવારે પાણીની જેમ પૈસો વેર્યો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.