આ વર્ષે દર્શકો સૌથી વધુ આતુરતાપૂર્વક જો કોઈ ફિલ્મની રાહ જોઈ રહ્યા હશે તો છે Film Pushpa 2: The Rule…2021માં આવેલી ફિલ્મ Pushpa: The Riseમાં Allu Arjunની એક્ટિંગને દર્શકોએ ખૂબ જ પસંદ આવી હતી. પુષ્પા ઉર્ફે અલ્લુ અર્જુનનો ક્રેઝ માત્ર દર્શકો જ નહીં પણ Austrelian Cricketer David Warner પર પણ છવાઈ ગયો હતો. David Warnerએ ફિલ્મ પુષ્પાના ડાયલોગ અને ડાન્સના હુક અપ સ્ટેપ કરતી રીલ્સ પણ બનાવી છે. આ ઉપરાંત ક્રિકેટના મેદાન પર પણ મેચ વચ્ચે તે પુષ્પાના હુક અપ સ્ટેપ્સ કરતો જોવા મળ્યો હતો.
હવે એક્ટરે ફરી એક વખત પુષ્પાને લઈને પોતાની દિવાનગી દેખાડી છે અને આ વખતે તેણે પોતાની એક કમેન્ટથી અલ્લુ અર્જુનનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. એટલું જ નહીં પણ એક્ટરે પણ વોર્નરની આ કમેન્ટનો જવાબ આપ્યો હતો.
પોતાની આગામી ફિલ્મ પુષ્પા 2- ધ રૂલની રીલિઝની તૈયારી કરી રહેલાં તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરને વચન આપ્યું છે.
હાલમાં જ ફિલ્મનું ગીત પુષ્પા પુષ્પા રીલિઝ થયું જેમાં અલ્લુનું એક હૂક અપ સ્ટેપ દેખાડવામાં આવ્યો છે. ડેવિડને પણ આ સ્ટેપ ખૂબ જ પસંદ આવ્યો તેણે તેના પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઓહ ડિયર કેટલું સરસ છે આ… હવે મને પણ થોડું કામ કરવું પડશે. અલ્લુ અર્જુને ડેવિડ વોર્નરને જવાબ આપતા લખ્યું હતું કે આ ખૂબ જ સરળ છે. જ્યારે આપણે મળીશું ત્યારે હું તને શિખવાડીશ…
અહીંયા તમારી જાણ માટે કે હાલમાં ડેવિડ વોર્નર આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે અને વાત કરીએ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની તો તે હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની વાત કરીએ તો તે 15મી ઓગસ્ટ, 2024ના રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સહિત રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.