પુષ્પા 2’થી લઈને ‘કંતારા’, આગામી દિવસોમાં જોવા મળશે સાઉથની ફિલ્મોનો જલવો
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાઉથની ફિલ્મો બૉક્સ ઑફિસ પર તરખાટ મચાવવા માટે તૈયાર છે. આ વર્ષે પણ સાઉથ સિનેમામાંથી આવી ઘણી ફિલ્મો આવી રહી છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે. તેમાં સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’થી લઈને અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ અને ઋષભ શેટ્ટીની ‘કંતારા: અ લિજેન્ડ ચેપ્ટર 1’ સુધીના નામોનો સમાવેશ થાય છે. જો તમે પણ સાઉથની ફિલ્મોના શોખીન છો, તો તમારે ચોક્કસથી આ ફિલ્મોની યાદી પર એક નજર નાખવી જોઇએ.
‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મની ઘણી ચર્ચા છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં એ જ જૂની અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની જોડી છે.
આ પણ વાંચો: હવે આ બી-ટાઉનના એક્ટરે સાઉથની ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…
ગેમ ચેન્જરઃ RRR’માં ધૂમ મચાવ્યા બાદ રામચરન હવે ટૂંક સમયમાં ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન શંકરે કર્યું છે. આમાં રામચરનની સાથે કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. ફિલ્મનું સંગીત એસ. થમન દ્વારા અને સિનેમેટોગ્રાફી એસ. તિરુનાવુક્કારાસુ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ શ્રી વેંકટેશ્વર ક્રિએશન દ્વારા રજૂ કરવામાં આવશે. જો કે, આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
દેવરા
આ ફિલ્મથી બોલિવૂડની સફળ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર સાઉથની તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કરશે. તેની સાથે લીડ રોલમાં જુનિયર એનટીઆર છે. આ ફિલ્મમાં દર્શકોને દર્શકોને રોમાન્સ અને એક્શનનું શાનદાર મિશ્રણ જોવા મળશે.
આ પણ વાંચો: Sarfira Review: અક્ષયને ચમકાવતી આ સાઉથની રિમેક કેટલી ઉડાન ભરશે?
કાંતારા ધ લેજન્ડ ચેપ્ટર-1
ઋષભ શેટ્ટીની કાંતારા ધ લેજન્ડ ચેપ્ટર-1 શાનદાર એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી અને સાપ્તમી ગૌડા મુખ્ય ભૂમિકામાં છે.
કંગુવા
દક્ષિણના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ કંગુવા પણ બહુપ્રતિક્ષિત સાઉથની ફિલ્મોની યાદીમાં સામેલ છે. આ ફિલ્મમાં બોબી દેઓલ અને દિશા પટ્ટની પણ જોવા મળશે. આ ફિલ્મ જુદી જુદી 10 ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મની લોકો રાહ જોઇ રહ્યા છે.