ટીવીની દેવી પાર્વતી સાથે થઈ છેતરપિંડી! એક જ ક્ષણમાં ગુમાવી જીવનભરની કમાણી, શેર કર્યો ભાવુક વીડિયો...

ટીવીની દેવી પાર્વતી સાથે થઈ છેતરપિંડી! એક જ ક્ષણમાં ગુમાવી જીવનભરની કમાણી, શેર કર્યો ભાવુક વીડિયો…

મુંબઈઃ ‘દેવોં કે દેવ… મહાદેવ’માં ‘દેવી પાર્વતી’નું પાત્ર ભજવીને દરેક ઘરમાં પ્રખ્યાત થયેલી પૂજા બેનર્જી (Puja Banerjee) ઘણાં સમયથી ટીવી પર દેખાતી નથી. અભિનેત્રી હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે. પૂજા બેનર્જી અને તેના અભિનેતા પતિ કુણાલ (Actor Kunal Verma) વર્મા સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ છેતરપિંડીના કારણે બન્નેએ જિંદગીભરની કમાણી ગુમાવી દીધી હતી. પૂજા બેનર્જીએ જણાવ્યું કે, તેના એક નજીકના મિત્રએ તેની સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે તેણીએ બધી બચત ગુમાવી દીધી છે. નજીકના મિત્રએ જ આ કામ કર્યું હોવાનો અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે.

છેલ્લા બે-ત્રણ મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યાઃ પૂજા બેનર્જી
અભિનેત્રી પૂજા બેનર્જીએ વધુમાંજણાવ્યું કે, આ તેના અને તેના પતિ માટે ખૂબ જ મુશ્કેલ સમય છે. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે અને ચાહકોને તેની સાથે થયેલી છેતરપિંડી વિશે જણાવ્યું છે. પૂજા બેનર્જીએ આ વીડિયોમાં ખુલાસો કર્યો કે, ‘છેલ્લા બે-ત્રણ મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. અમે સમજી શકતા ન હતા કે આગળ શું થશે? અમારી સાથે છેતરપિંડી થઈ છે. આમાં, અમે ખૂબ મોટી રકમ ગુમાવી છે, જેના કારણે ફરી એકવાર આપણે શૂન્યથી શરૂઆત કરવી પડશે. અમે હાર માનવા માંગતા નથી, પણ આ છેતરપિંડીમાં અમે અમારી બધી બચત ગુમાવી દીધી છે. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે કૃપા કરીને અમને ટેકો આપો અને અમારા માટે પ્રાર્થના કરો. અમને ભગવાનમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

નામ જાહેર કર્યા વિના એક મિત્ર પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
વીડિયામાં તેઓ કહી રહ્યા છે કે, આ ઘટનાથી તેના પતિ કુણાલ ખૂબ જ પ્રભાવિત થયા છે. અભિનેત્રીએ તે વ્યક્તિની ઓળખ જાહેર કરી ન હતી જેણે તેને છેતર્યો હતો, પરંતુ તેણીએ ચોક્કસપણે જાહેર કર્યું કે તે તેના નજીકના મિત્રે તેમની સાથે છેતરપિંડી કરી છે. ઘટનાની વિગતો આપતા પૂજા ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. કુણાલે તેના મિત્ર વિશે પણ વાત કરી અને કહ્યું- ‘જ્યારે તમે 3 વર્ષ સુધી કોઈ પર વિશ્વાસ કરો છો, ત્યારે તે દરેક ક્ષણે તમારી સાથે હોય છે, તે તમારા પરિવારનો ભાગ બની જાય છે.’ પરંતુ અહીં તો ખૂદ મિત્રએ તેમની સાથે મોટી છેતરપિંડી કરી છે.

છેતરપિંડીની ઘટનાઓ દિન-પ્રતિદિન વધવા લાગી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. અહીં બન્ને સાથે પણ નજીકના વ્યક્તિએ છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વીડિયોમાં અભિનેત્રી પૂજા બેનર્જી અને પતિ કુણાલ વર્મા ભાવુક થઈ ગયાં હતાં. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ કેસમાં પૂજા બેનર્જી અને તેના અભિનેતા પતિ કુણાલ વર્માએ મદદ કરવા માટે પણ ગુહાર લગાવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button