‘ઇન્ડસ્ટ્રી છે એકદમ ક્રેઝી’: પ્રિયંકા ચોપરાએ નિર્માતા બનવા પાછળનું અંગત કારણ જણાવ્યું

મુંબઈઃ થોડા વર્ષો પહેલા પ્રિયંકા ચોપરાએ પ્રોડક્શનમાં ઝંપલાવ્યું હતું. તે પર્પલ પેબલ પિક્ચર્સના બેનર હેઠળ નિર્માતા બની હતી. આ બેનર હેઠળ પ્રિયંકાએ મેઈન સ્ટ્રીમ નહીં, પરંતુ ડોક્યુમેન્ટરી અને કંઈક અલગ પ્રકારનું કન્ટેન્ટ બનાવવાનું નક્કી કર્યું. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું કે હું આ બેનર હેઠળ આવી દસ્તાવેજી ફિલ્મો બનાવું છું, કારણ કે મેં પણ બોલીવુડમાં ક્યાંક આવી વસ્તુઓનો અનુભવ કર્યો છે.
પ્રિયંકાએ તાજેતરમાં સેલિબ્રિટી શેફ સૅશ સિમ્પસન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. તે JioHotstar પર સ્ટ્રીમ થઈ રહી છે. આ એક એવા છોકરાની વાત છે જેને તેના માતાપિતા ભારતમાં અનાથ તરીકે ત્યજી દે છે, પરંતુ કેનેડિયન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવે છે. પછી તે તેના જીવનમાં કેવી રીતે સફળતા મેળવે છે,તે બતાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ કરી ચોંકાવનારી વાત, એ ફિલ્મ નિર્દેશકની ગંદી માગણીને કારણે છોડી!
આ પહેલા પ્રિયંકા ‘પાણી’ અને ‘વેન્ટિલેટર’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકી છે. એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું, “એક નિર્માતા તરીકે, મને લાગે છે કે ઘણા પ્રતિભાશાળી લોકો છે જે નવા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવા માંગતા હશે. અથવા કદાચ એવા ફિલ્મ નિર્માતાઓ પણ હશે જે ઉદ્યોગમાં કામ કરવા માંગે છે, તક શોધી રહ્યા છે. જેમ હું મારી શરૂઆતની કારકિર્દીમાં હતી. આ એક એવી વાત છે જે મને વ્યક્તિગત રીતે પ્રેરિત કરે છે.
“મને સમજાતું નહોતું કે હું શા માટે ફિલ્મ નિર્માતાઓ અને વાર્તાઓ તરફ આકર્ષાતી જે કદાચ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. અથવા જેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ અપેક્ષા મુજબ નથી. મને લાગે છે કે તે એ હકીકત પરથી આવ્યું છે કે જ્યારે હું ઉદ્યોગમાં આવી, ત્યારે મારી પાસે આવું કંઈ નહોતું. “હું આ પાગલ ફિલ્મ ઉદ્યોગમાં નેવિગેટ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે પણ, મારા માતા-પિતા સાથે એકલા, જેઓ ડોક્ટર હતા અને તેમને આ વ્યવસાય વિશે કોઈ ખ્યાલ નહોતો. હું આ ઉદ્યોગમાં એકલી હતી. “
આ પણ વાંચો : દુર્ગાપૂજામાં સિતારાઓનો મેળોઃ એકદમ સિમ્પલ લૂકમાં આવેલી પ્રિયંકા ચોપરાએ બધાનું ધ્યાન ખેંચ્યુ
પ્રિયંકાના માતા-પિતા ભારતીય સેનામાં ડોક્ટર હતા. મનોરંજન જગત સાથે તેમનો કોઈ સંબંધ નહોતો. પ્રિયંકાએ 2000માં ફક્ત 18 વર્ષની ઉંમરે શોબિઝમાં પ્રવેશ કર્યો હતો. તેણે મિસ વર્લ્ડ 2000નો તાજ જીત્યો હતો. ત્યાર બાદ પ્રિયંકાને ફિલ્મની ઓફર મળવા લાગી. તેણે “અંદાઝ,” “મુઝસે શાદી કરોગી,” અને “ફેશન” જેવી બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી. આજે પ્રિયંકા હોલીવુડ સ્ટાર બની ગઈ છે.



