પ્રિયંકા ચોપરા કોની સાથે ઘૂમી લંડનની શેરીઓમાં, જુઓ રોમેન્ટિક તસવીરો…

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને સિંગર નિક જોનાસની જોડી ચાહકોની ફેવરિટ છે. આ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેમની રોમેન્ટિક કેમેસ્ટ્રી હંમેશા લોકોની ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તાજેતરમાં નિકે લંડનમાં તેમની ડેટ નાઇટનો એક વીડિયો શેર કર્યો, જેમાં પ્રિયંકા સાથેનો તેમની સાથે ક્વોલેટી ટાઈમ સ્પેન કરતી જોવા મળી. આ વીડિયોથી ફેન્સને ખુબ ગમી રહ્યો છે, અને હાલ વાયરલ પણ થઈ રહ્યો છે.
રોમેન્ટિક વીડિયો
નિકે શેર કરેલા વીડિયોમાં લંડનની શેરીઓમાં તેમની ડેટ નાઇટ જોવા મળે છે, જે પ્રિયંકાની ફિલ્મ ‘હેડ્સ ઓફ સ્ટેટ’ના પ્રીમિયર પહેલાં શૂટ થયો. વીડિયોની શરૂઆત નિકથી થાય છે. આ વીડિયોમાં પ્રિયંકા ફ્લફી ડિઝાઇનવાળી સ્ટાઇલિશ વાઇન કલરની મેક્સી ડ્રેસમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં કેમિલા કેબેલોનું ‘બમ બમ’ ગીત વાગે છે અને પ્રિયંકા તેના પર ડાન્સ કરતી જોવા મળે છે. અંતે નિક તેમની સાથે જોડાય છે અને પ્રેમથી હગ કરતા જોવા મળે છે.
ફેન્સનું રિયેક્સન
નિકે આ વીડિયો શેર કરતાં લખ્યું, “હેડ્સ ઓફ સ્ટેટના લંડન પ્રીમિયર માટે ડેટ નાઇટ.” વીડિયો વાઇરલ થતાં ચાહકોએ પ્રેમ ભરી કોમેન્ટ્સનો વરસાદ કર્યો હતો. એક ચાહકે કહ્યું, “આવો પ્રેમ જીવનમાં જોઈએ.” કોઈએ મજાકમાં લખ્યું, “નિક જીજુ, આવા ચીયરલીડરની જરૂર છે!” આ વીડિયો ચાહકોમાં ખૂબ લોકપ્રિય થયો.

પ્રિયંકાની ફિલ્મ
પ્રિયંકા હાલ તેમની ફિલ્મ ‘હેડ્સ ઓફ સ્ટેટ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 2 જુલાઈ, 2025ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ. આ એક્શન-કોમેડી ફિલ્મમાં પ્રિયંકા MI6 એજન્ટ નોવેલ બિસેટની ભૂમિકામાં છે, જે અમેરિકી રાષ્ટ્રપતિ (જોન સીના) અને બ્રિટિશ વડાપ્રધાન (ઇદ્રિસ એલ્બા) સાથે વૈશ્વિક ષડયંત્રને નિષ્ફળ કરે છે.

આગામી પ્રોજેક્ટ્સ
‘હેડ્સ ઓફ સ્ટેટ’ બાદ પ્રિયંકા એસએસ રાજામૌલીની ફિલ્મમાં મહેશ બાબુ સાથે જોવા મળી શકે છે, જોકે આ સમાચારની સત્તાવાર પુષ્ટી થઈ નથી. તેઓ ‘દ બ્લફ’માં 19મી સદીના કેરિબિયન સમુદ્રી ડાકુની ભૂમિકામાં દેખાશે. આ ઉપરાંત, ‘સિટાડેલ’ની બીજી સિઝન પણ એમેઝોન પ્રાઇમ પર ટૂંક સમયમાં આવશે.
આ પણ વાંચો : પ્રિયંકા ચોપરા દીકરી સાથે ડિઝનીમાં, સારા અલી બરફીલા પહાડોમાં: વેકેશનની મોજમાં