Happy Birthday: બન્નએ ડાન્સર તરીકે કરિયર શરૂ કર્યું અને બન્નેની છે અલગ છાપ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા આવે છે જે કંઈક નવું કરે છે અને પોતાની જાતને બીજાથી અલગ સાબિત કરે છે. ઘણા ડાન્સર કોરિયોગ્રાફર, અભિનેતા, નિર્દેશક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મળ્યા છે પણ કંઈક હટકે કરી પોતાનું અલગ સ્થાન જમાવે છે.
આવા બે સ્ટારના આજે બર્થ ડે છે. રસપ્રદ વાત એ છે કે બન્નેના કરિયરની શરૂઆત ડાન્સથી થઈ હતી અને હવે ડાન્સ સાથે અભિનય, નિર્દેશ બધામાં ઝંપલાવ્યું છે.
પહેલા વાત કરીએ ભારતના સૌથી શ્રીમંત કોરિયોગ્રાફર પ્રભુદેવાની. ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલગ જ ડાન્સ સ્ટાઈલ આપનાર પ્રભુ દેવા સુંદરમ 3 એપ્રિલ, 1973ના રોજ જનમ્યો હતો. પિતા પણ ડાન્સર હતા અને પ્રભુદેવાએ ક્લાસિકલ શિખી ભારતીય ફિલ્મોને એક નવી ડાન્સ સ્ટાઈલ આપી.

આપણ વાંચો: Video Viral: સ્ટેજ પર જ બે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો વચ્ચે તૂ તૂ મૈં મૈં અને પછી…
ભારતનો માઈકલ જેક્શન કહેવાત પ્રભુદેવા ડાન્સ ઉપરાંત અભિનય કરતો થયો અને ફિલ્મો પ્રોડેયુસ કરી રૂ. 175 કરોડનો માલિક બની ગયો હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.
તો બીજું નામ છે તેને તમે ડાન્સર નહીં પણ એક્ટર તરીકે ઓળખો છો, પણ તેણે કરિયરની શરૂઆત ડાન્સથી કરી હતી. આ દિલ્હીબૉય આજે તેનો 38મો બર્થ ડે મનાવી રહ્યો છે. નાના-મોટા ડાન્સ શૉ કર્યા બાદ, ટીવી સિરિયલો કર્યા બાદ તેણે ફિલ્મોમાં ઝપલાવ્યું અને ભારે સંઘર્ષ કરી હવે પોતાનું સ્થાન જમાવી શક્યો છે, તેનું નામ છે વિક્રાંત મેસ્સી.

12 ફેલ ફિલ્મની જેમ જ સામાન્ય પરિવારના આ છોકરાએ કોફી શૉપમા કામ કર્યું, ડાન્સ શૉ કર્યા, ડાન્સના ક્લાસિસ લીધા અને પછી મુંબઈ આવ્યો. એક ટીવી શૉ કર્યો જે ક્યારેય ઑન એર ન થયો અને પછી અચાનક બાથરૂમમાં એક શૉની ઓફર થઈ.
આપણ વાંચો: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ એક લવબર્ડ્સ છૂટા પડ્યા, ફેન્સ થયા દુઃખી…
ત્યારબાદ બાલિકા વધુ, બાબા સો વર ઢૂંઢીયો જેવી સિરિયલોમાં કામ કર્યું, સિરિયલોમાં સારો એવો જામી ગયો હતો, પરંતુ મોટા પદડા પર ચમકવાની ઈચ્છાએ ફરી ઝીરો પર લાવી દીધો અને ઝીરોથી રિસ્ટાર્ટ કર્યું. ટીવી સ્ટાર તરીકે કમાણી કરતો વિક્રાંત એક સમયે પત્ની પાસેથી પોકેટમની લેતો.
મા કરતા કરતા લુટેરા ફિલ્મ મળી અને ત્યારબાદ ધીમે ધીમે સફળતાની સીડી ચડતો હતો. તેવામાં કોરોનાની મહામારી આવી અને ઓટીટી પ્લેટફોર્મ પોપ્યુલર થયું. વિક્રાંતે મિર્ઝાપુર અને ક્રિમિનલ જસ્ટિસ જેવી સુપરહીટ સિરિઝ આપી.
પણ સૌથી મોટી હીટ ફિલ્મ સાબિત થઈ 12મી ફેલ. આપીએસ અધિકારી મનોજ કુમાર શર્માની આ બાયોપિકે તેને ફિલ્મફેર એવોર્ડ અપાવ્યો અને ખૂબ જ પ્રસંશા મળી. ત્યારબાદ ધ સાબરમતી એક્સપ્રેસ પણ વખાણાઈ.
જોકે થોડા સમય પહેલા વિક્રાંતે બ્રેક લઈ રહ્યો છું તેવી જાહેરાત કરી હતી. હવે તે આંખો કી ગુસ્તાખીયા, ટીએમઈ, યાર જિગરી, અર્જુન અસ્તરા જેવી ફિલ્મોમાં દેખાશે.
વિક્રાંતની નેટ વર્થ હાલમાં 20થી 25 કરોડ હોવાનું માનવામાં આવે છે. વિક્રાંત ક્યારેક પોતાની પોસ્ટને લીધે વિવાદોમાં પણ સપડાયો છે, પરંતુ પોતે મેઈનસ્ટ્રીમ એક્ટર કરતા કંઈક અલગ કરીને પણ સફળ થયો છે.