L2 Empuraan: સાઉથની આ ફિલ્મને લીધે રાજકીય ધમાસાણઃ ગોધરાકાંડ સાથે છે સંબંધ

આજકાલ ફિલ્મો રિલિઝ થાય ત્યારબાદ મનોરંજનને બદલે વિવાદો વધારે થાય છે અને તેમાં રાજકીય પક્ષો પણ કૂદી પડે છે. થોડા સમય પહેલા રજૂ થયેલી વિકી કૌશલની ફિલ્મ છાવાએ તો લાંબા સમય સુધી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો અને મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરનો મામલો વિધાનસભાના સત્રોમાં પણ ગરમાયો.
હવે મલિયાલમ ભાષામાં આવેલી સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ એલ-ટુ એમ્પેરાનની રિલિઝ બાદ વિવાદ ઊભો થયો છે અને આ વિવાદનો સંદર્ભ ગુજરાતના 2002ના ગોધરાકાંડ અને ત્યારબાદ ફાટી નીકળેલા કોમી રમખાણો સાથે જોડાયેલો છે.
આ ફિલ્મના અમુક દૃશ્યોને આગળ ધરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના કાર્યકર્તાઓ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. આ ફિલ્મમાં એક હિન્દુ સંગઠન દ્વારા એક મુસ્લિમ પરિવારની કોમી રમખાણો દરમિયાન હત્યા કરવામાં આવે છે. આથી હિન્દુઓને નેગેટીવ બતાવવામાં આવ્યા હોવાનું તેમનું કહેવાનું છે.
આ પણ વાંચો:નાગિન’ પછી મૌની રોય હવે ‘ભૂતની’ બનીને કરશે ચમત્કાર
કૉંગ્રેસ કૂદી પડી વિવાદમાં, ભાજપે છેટું રાખ્યું
આ વિવાદમાં કૉંગ્રેસ કૂદી પડી છે. કૉંગ્રેસે રહ્યું છે કે જ્યારે ધ કેરળ સ્ટોરી ફિલ્મ આવી હતી ત્યારે આ જ આરએસએસ અને ભાજપ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરતી હતી, પરંતુ હવે તેઓ ફિ્લ્મનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ મૂકવામાં આવી છે કે કેરળની ધરતી પર ક્યારેય પગ ન મૂકનારા લોકો કહે છે કે સી-ગ્રેડની પ્રમોશનલ ફિલ્મ જે તેમણે કરમુક્ત રિલીઝ કરી છે તે કેરળની વાસ્તવિક વાર્તા છે (ધ કેરળ સ્ટોરી). હવે એક વિશ્વ કક્ષાની મલયાલમ ફિલ્મે આરએસએસના એજન્ડા અને કેરળના વિભાજનની તેમની યોજનાઓને ખુલ્લી પાડી છે જેથી આપણા વિશાળ દરિયાકિનારા અને બે મોટા બંદરો પર કબજો જમાવી શકાય, તો તેઓ રડવા લાગ્યા છે.
આ પણ વાંચો:Salman Khanએ રમઝાનમાં પહેરી ખાસ વસ્તુ, રામજન્મભૂમિ સાથે છે ખાસ સંબંધ…
જોકે ભાજપે આ વિવાદથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. તેમણે કહ્યું છે કે કોઈપણ ફિલ્મ પક્ષના વિચારસરણીને પ્રભાવિત કરી શકે તેમ નથી. આરએસએસ જો આનો વિરોધ કરતી હોય તો તેમને તેમની વાત રજૂ કરવાનો હક છે. ફિલ્મની બાબતમાં અમે કોઈ હસ્તક્ષેપ કરવા માગતા નથી તેમ કેરળ બાજપ એકમે જણાવ્યું હતું.
64 વર્ષીય મોહનલાલની આ ફિલ્મે ઓપનીંગ પહેલા જ રૂ. 54 કરોડ જેટલી રકમ એડવાન્સ બુકિંગમાં કમાઈ લીધી હોવાના અહેવાલો છે. તો પહેલા જ દિવસે ફિલ્મે રૂ. 22 કરોડની કમાણી કરી છે.