પહેચાન કૌનઃ બે સુપરહીટ પિરિયોડિકલ સિરિયલ આપનારા આ એક્ટરને ઓળખી બતાવો

Prithviraj Chauhan આ ઐતિહાસિક સિરિયલ યાદ છે અને જોધા અકબરનો જલાલ…હા પણ આ બન્નેના ચહેરા યાદહોવા છતા તમે જ્યારે આ તસવીરો જોશો ત્યારે તમને વિશ્વાસ નહીં આવે કે આ એ જ રજત ટોકસ છે. એક સમયે યુવા દિલોની ધડકન રજત હવે એટલો બદલાઈ ગયો છે કે તેને ઓળખવો મુશ્કેલ બની જાય.
રજત ટોકસ લાંબા સમયથી સ્ક્રીન પરથી ગાયબ છે અથવા તો ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ એ વાત ચોક્કસ છે કે તેના ફેન્સ હજુ પણ તેને યાદ કરે છે અને સોશિયલ મીડિયા પર તેને ફોલો કરે છે. એક સમયે હેન્ડસમ હંક અને ચોકલેટી લુકમાં જોવા મળતો રજત ટોકસ હવે અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે.
રજત ટોકસનો લુક હવે ઘણી હદે બદલાઈ ગયો છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. તેને જોઈને કદાચ એક નજરમાં તેને ઓળખવો મુશ્કેલ છે.
રજત ટોકસ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે અને તેમને લેટેસ્ટ અપડેટ્સ પણ આપે છે. તેની તસવીરો જોયા બાદ ચાહકો હંમેશા તેને ટીવી પર પાછા આવવા વિનંતી કરે છે. એક ચાહકે ટિપ્પણી કરી કે અમે તને યાદ કરીએ છીએ. એક પ્રશંસકે લખ્યું કે તમારો આ દેખાવ પણ મસ્ત છે.