મનોરંજન

રાઘવ પર ફિદા થઇ પરિણીતી

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું નામ બી-ટાઉનના પાવર કપલ્સની યાદીમાં સામેલ છે. પરિણીતી અને રાઘવ વચ્ચેનો પ્રેમ જોઇને તેમના ફેન્સ પણ ઘણા ખુશ છે. આ એવું ક્યુટ કપલ છે કે જેને કોઇને કોઇને પણ ઇર્ષ્યા થાય. કપલ ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. હવે ફરી એકવાર પરિણીતી ચોપરાએ કંઈક આવું જ કર્યું છે. તાજેતરમાં, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે તેના પતિ રાઘવ ચઢ્ઢા પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે.

પતિ રાઘવની દિવાની છે પરિણીતી ચોપરા અને તે પતિની પ્રશંસા કરવાનો એક પણ મોકો છોડતી નથી. પરિણીતી ચોપરા હાલમાં પતિ રાઘવ ચઢ્ઢા સાથે લંડનમાં છે, જ્યાં બંને ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. દરમિયાન તાજેતરમાં પરિણીતી ચોપરાએ લંડનથી રાઘવ ચઢ્ઢાનો એક સોલો ફોટો શેર કર્યો છે.

આ પણ વાંચો: Tuzko mirchi lagi to…પરિણીતી ચોપરાની વાતથી કોને ચટકો ચડ્યો

આ તસવીરમાં રાઘવ ચઢ્ઢા એક કાફેમાં બ્રાઉન પેન્ટ, સફેદ શર્ટ અને હાફ પફર જેકેટ પહેરીને ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરિણીતીએ આ સુંદર તસવીર શેર કરીને તેના પતિ પર પ્રેમ વરસાવ્યો છે. તેણે લખ્યું છે કે, રાઘવ તારા જેવું કોઈ નથી. પરિણીતીની તેના પતિ માટે પ્રેમથી ભરેલી આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા વર્ષ 2023માં 24 સપ્ટેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમની લગ્ન પહેલાની વિધિઓ એક ક્રિકેટ મેચથી શરૂ થઇ હતી. યુગલે ઉદયપુરમાં હલ્દી અને મહેંદી સેરેમનીનો આનંદ માણ્યો હતો. આ પછી બંનેએ તેમના પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કરી લીધા.

પરિણીતીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ પરિણીતી ચોપરા અને દિલજીત દોસાંજની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેનું કામ લોકોને ઘણું પસંદ આવ્યું હતું. OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થયેલી તેની ફિલ્મના ખૂબ વખાણ થયા હતા.

પરિણીતીના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. રાઘવ ચઢ્ઢા હાલમાં જ તેના આંખોની રેટિનાની ડિટેચમેન્ટ સર્જરી કરાવીને યુકેથી પાછા આવ્યા હતા. ત્યાર બાદ કપલ ફરીથી લંડન ગયું છે. તાજેતરમાં તેઓ વિમ્બ્લ્ડનની મેચોમાં પણ જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે