મનોરંજન
પાકિસ્તાની એક્ટર ફવાદની ફિલ્મ ભારતમાં રીલીઝ થશે નહી

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાઓ પછી સમગ્ર ભારતમાં આક્રોશ જોવા મળ્યો છે. દેશવાસીઓમાં ગુસ્સો ચરમસીમાએ જોઈ શકાય છે. ભારતે પાકિસ્તાન સામે 5 મજબુત પગલાં લીધા છે, જેથી પાકિસ્તાનની મુશ્કેલીમાં ચોક્કસ વધારો જોવા મળશે. આ સાથે પાકીસ્તાની એક્ટર ફવાદ ખાનની બોલીવુડ ફિલ્મ જે ટૂંક સમયમાં રજુ થવાની હતી તેના પર પણ રોક લગાવવામાં આવી છે.
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ હવે ભારતમાં રૂપેરી પડદે નહીં દર્શાવવાનો આદેશ થઇ ગયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થવાની હતી. ‘અબીર ગુલાલ’ ફિલ્મ જાહેર થઇ ત્યારથી જ વિવાદોથી ઘેરાયેલી હતી પરંતુ પહેલગામના આતંકી હુમલા પછી તેના ઉપર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે.
આ પણ વાંચો…એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છેઃ બોલિવુડ સંગીતકારે કરી ઈમોશનલ પૉસ્ટ