ધક ધક ગર્લને પતિ ડો. નેનેએ આપી જન્મદિવસની શુભકામના, ઈમોશનલ પોસ્ટ કરી કહ્યું કે

લાખો દિલોની ધડકન અને 58 વર્ષે પણ સુંદર અને એકદમ ફ્રેશ લાગતી અભિનેત્રી માધુરી દિક્ષિતનો આજે જન્મદિવસ છે. બોલીવૂડમાં વર્ષો સુધી ટૉપ પર રહેનારી, સારી અભિનેત્રી અને નૃત્યાંગના માધુરીએ બધાનું દિલ તોડી અમેરિકામાં વસતા મૂળ ભારતીય ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ તેણે બોલીવૂડથી દૂરી રાખી અને અમેરિકા જઈને વસવાટ કર્યો. અહીં તે બે સંતાનની માતા પણ બની. થોડા વર્ષો પહેલા તે પરિવાર સાથે ફરી મુંબઈ આવી સ્થાયી થઈ અને ફરી બોલીવૂડમાં એક્ટિવ પણ થઈ.
અહીં માધુરી પરિવાર સાથે આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે અને લેવિશ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. માધુરી રિલાયટી શૉમાં આવે છે અને આજે પણ કરોડો કમાય છે. જોકે આજે બર્થ ડે પર પતિ નેનેએ માધુરી એક પત્ની તરીકે કેવી છે તે જણાવી દીધું છે. નેનેએ પત્ની માટે ખૂબ જ ઈમોશનલ પોસ્ટ લખી છે.
નેનેએ લખ્યું છે કે જેમણે દરેક રીતે અમારી જિંદગીમાં રોશની ફેલાવી તેને જન્મદિવસની શુભકામનાઓ. તે જીવનને હળવુ, હૂંફવાળું અને વધારે સારું બનાવી દીધું છે. હું દર વખતે તને જ પસંદ કરીશ. આમ કહી તેણે માધુરીને આવા કેટલાય જન્મદિવસ આવે તેવી શુભેચ્છા પાઠવી છે.
આ સાથે નેનેએ પરિવારના અમુક સ્પેશિયલ મોમેન્ટ્સના ફોટા પણ શેર કર્યા છે. લૂકમાં માધુરીને એકદમ મેચ કરતા ડૉ. નેને સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. માધુરીની યુટ્યૂબ ચેનલમાં તે ઘણીવાર કૂકિંગ કરતા દેખાય છે તો હેલ્થ ટીપ્સ આપતા પણ જોવા મળે છે. તો ડૉ. નેનેએ તો કરી દીધું વિશ આપણે પણ કરી દઈએ હેપ્પી બર્થ ડે માધુરી…
આ પણ વાંચો….ફિલ્મ Sitaare Zameen Par આમિરને સ્ટાર બનાવશે કે પછી…