હવે બોલિવૂડની આ અભિનેત્રી ગુપચુપ પરણી ગઇ
બોલીવૂડમાં આજકાલ લગ્નની મોસમ ચાલી રહી હોય એવું લાગે છે. એક પછી એક અભિનેત્રી અને અભિનેતાઓ પરણવા માંડ્યા છે. હવે કોઇનેય જાણ થવા દીધા વગર ગુપચુપપણે પરણી જનારી અભિનેત્રીઓની યાદીમાં તાપસી પન્નુની સાથે અદિતી રાવ હૈદરીનું નામ પણ જોડાઇ ગયું છે. આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.
અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ જેઓ તેમના સંબંધને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે એવી માહિતી મળી છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. અદિતિ અને સિદ્ધાર્થે અત્યંત સાદાઇથી ગુપ્ત લગ્ન કર્યા હતા. જોકે, તેમના લગ્નની તસવીરો હજી સુધી બહાર આવી નથી. આ લગ્ન સમારોહમાં બંનેના પરિવારના લોકો અને નજીકના સંબંધીઓએ જ ભાગ લીધો હતો.
મળતી માહિતી અનુસાર ક્યુટ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેલંગાણાના વાનપર્થીના શ્રીરંગાપુરમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમનો લગ્ન સમારોહ મંદિરમાં યોજાયો હતો. જો કે, દંપતીએ તેમના લગ્ન અંગે હજી સુધી પુષ્ટિ કરી નથી.
આપણ વાંચો: World Theatre Day: વાત બોલીવૂડના એવા સેલેબ્સની કે જેમણે થિયેટરથી ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…
રિપોર્ટ્સનું માનીએ તો અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. બંનેએ જ્યાં લગ્ન કર્યાં તે મંદિર વાનપર્થીમાં છે. અદિતિનું આ સ્થાન સાથે ખાસ જોડાણ છે. અદિતિના દાદા વાનપર્થી સંસ્થાનમના છેલ્લા શાસક હતા.
એમ પણ જાણવા મળ્યું છે કે અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી અને બાદમા તેમનો પ્રેમ પાંગર્યોહતો અને વટવૃક્ષ બની ગયો હતો.
કપલ દ્વારા તેમના લગ્ન અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નહીં હોવાથી ચાહકો પણ તેમના લગ્નની તસવીર જોવાની રાહમાં છે, જેથી તેઓ સમાચાર પર સૂપૂર્ણપણે વિશ્વાસ કરી શકે. અદિતિના આબીજા લગ્ન છે. 2002માં અદિતિના લગ્ન વકીલ અને ભૂતપૂર્વ અભિનેતા સત્યદીપ મિશ્રા સાથે થયા હતા.
આપણ વાંચો: આ બોલીવૂડ ફિલ્મોએ કર્યું મહિલાઓનું ખરું સશક્તીકરણ
બંનેએ 2013માં ડિવોર્સ લીધા હતા. હાલમાં અદિતિ 37 વર્ષની છે અને સિદ્ધાર્થ 44 વર્ષનો છે. સિદ્ધાર્થે 2003માં મેઘના સાથે લગ્ન કર્યાહતા, પણ તેમનું લગ્નજીવન લાંબુ ટકી શક્યું નહોતું અને તેમણે 2007માં છૂટાછેડા લીધા હતા. સત્યદીપ મિશ્રાએ અદિતિથી અલગ થયા બાદ દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી અને ડ્રેસ ડિઝાઇનર મસાબા ગુપ્તા સાથે 27 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા.
અદિતિ અને સિદ્ધાર્થે તેમના સંબંધ વિશે ક્યારેય જાહેરમાં વાત કરી નથી. અગાઉ સાઉથના ફેમસ કપલ શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીએ સગાઈ કરી ત્યારે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે સાથે તેમની સગાઈમાં હાજરી આપી હતી, ત્યારે પણ ફેન્સ તેમને લગ્ન વિશે પૂછી રહ્યા હતા.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અદિતિ રાવ હૈદરી છેલ્લે ફિલ્મ ચિટ્ઠામાં જોવા મળી હતી. હવે તે સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ હીરામંડીમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે ગાંધી ટોક્સ, લાયોનેસ જેવા પ્રોજેક્ટ પણ છે.