મનોરંજન

હવે એલ્વિશના સમર્થનમાં મેદાનમાં આવ્યા ઠાકરે, કહી દીધી આ વાત…

મુંબઈઃ બિગબોસ એટીટી-2નો વિજન એલ્વિશ યાદવ અત્યાર ખૂબ જ ચર્ચામાં છે અને જ્યાં જુઓ ત્યાં એલ્વિશની જ ચર્ચા ચાલી રહી છે. એલ્વિશ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ આક્ષેપોને કારણે અનેક લોકો ચોંકી ઉઠ્યા છે અને હવે બિગબોસ-16ના સ્પર્ધક શિવ ઠાકરે એલ્વિશના સમર્થનમાં આવ્યા છે.

એલ્વિશ દ્વારા રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને દિલ્હીમાં આવી જ એક પાર્ટી રાખવામાં આવી હતી. એટલું જ નહીં આ પાર્ટી માટે વિદેશી છોકરીઓ પણ મંગાવવામાં આવી હોવાનો ધક્કાદાયક આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ હવે બિગબોસ-16ના સ્પર્ધક શિવ ઠાકરે એલ્વિશના સમર્થનમાં આવ્યો છે.

હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં શિવ ઠાકરેએ જણાવ્યું હતું કે જ્યારે તમે આગળ વધો છો ત્યારે આવી ઘટનાઓ તમારી સાથ થાય એમાં કોઈ જ નવાઈ નથી. મને લાગે છે કે આ સાચું નથી. મેં એલ્વિશના વીડિયો પણ જોયા છે અને એવું કંઈ જ નથી. જ્યારે તમે ટૂંક સમયમાં જ નેમ અને ફેમ હાંસિલ કરો છો ત્યારે લોકોને એ નથી ગમતું.

ઈન્ટરવ્યુમાં આગળ ઠાકરેએ જણાવ્યું હતું કે મને વિસ્તારમાં હજી કોઈ માહિતી નથી. મૂળ વાત તો એ છે કે આવા આક્ષેપો મૂકાયા બાદ એલ્વિશે ખુદ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેમાં તમણે જણાવ્યું હતું કે તેના પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. મારો આ બધા સાથે કોઈ સંબંધ જ નથી. જો આમાં મારી એક ટકો પણ ભૂલ દેખાશે તો હું બધી જવાબદારી લેવા તૈયાર છું.

અત્રે ઉલ્લેખનીય છે કે એલ્વિશ યાદવની શોધ હાથ ધરવામાં આવી રહી છે. આ રેવ પાર્ટીના અન્ય પાંચ આરોપીઓની પોલીસે ધરપડ કરી છે, જ્યારે એલ્વિશની શોધ હજી પણ ચાલી જ રહી છે. એલ્વિશને પોલીસ ચાર રાજ્યમાં શોધી રહી હોવાની માહિતી સામે આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button