હવે સમંથાએ પોતાની બીમારીને લઈને કર્યો નવો ખુલાસો
મુંબઈ: સાઉથની જાણીતી અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ ફિલ્મ ‘પુષ્પા’ અને વેબ સીરિઝ ‘ફેમેલી મેન’માં પોતાના પર્ફોર્મન્સથી આગ લગાવી હતી. આ બે પ્રોજેકટ દરમિયાન બીમારીને લીધે સમંથા મુશ્કેલીમાં મુકાઇ હતી એ બાબતે તેણે ખુલાસો કર્યો છે.
છેલ્લા 14 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી સમંથા રૂથ પ્રભુએ તેની બીમારી વિશે કહ્યું હતું કે થોડા સમય પહેલા જ્યારે મારી બીમારીનું નિદાન થયું ત્યારે સમજાયું કે ભય મને મોટીવેટ કરી રહ્યું છે પણ તે સાથે મને બરબાદ પણ કરી રહ્યું છે.
મારી ઓટો ઇમ્યુન કન્ડિશનના બે વર્ષ બાદ મને સમજાયું કે મને અલગ અલગ રીતે વસ્તુઓ મળે છે તે મને નથી જોઈતી. આપણે બધા હસલ કલ્ચરમાં ખોવાઈ ગયા છે. હું માત્ર પાંચ કલાક સૂતી હતી. હું મારા શરીર અને મગજને પૂરતું આરામ નહોતી આપી શકતી. તે સમયે હું સૌથી વધુ દુઃખી હતી.
સમંથાએ આગળ કહ્યું હતું કે પોતાની કારકિર્દીની ટોચ પર હું ઇમ્પોસ્ટર સિન્ડ્રોમથી પીડાઈ રહી હતી. મને ભય હતો કે હું અસફળ ન થઈ જાઉં. હું ફિલ્મના ડિરેક્ટર, સ્ક્રીપ્ટ અને બીજા સ્ટાર્સને લીધે અહીં છું. મેં મારી સફળતા માટે પોતાને ક્યારેય લાયક માની નથી, પરંતુ હવે મેં મારી જાતને મારી જાતે જ બનવાની પરવાનગી આપી દીધી છે. હવે મને લાગે છે કે મારો સમય આવી ગયો છે.
ઑક્ટોબર 2022માં સમંથાને બીમારીનું નિદાન થયું હતું. આ અંગે તેણે કહ્યું હતું કે મને મારી બીમારી અંગે વાત કરવા માટે મારી સાથે બળજબરી કરી હતી. એક ફિલ્મ કરતી વખતે હું ખૂબ બીમાર હતી અને ઘરની બહાર પણ નહોતી આવતી પણ ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું હતું કે મને મારી બીમારીનું પ્રમોશન કરું, જેથી ફિલ્મ ફ્લોપ ન થાય. મને જો કોઈ વિકલ્પ આપે તો હું મારી બીમારી વિશે વાત પણ કરવા નથી માગતી.
બીમારી પર વાત કરવા માટે મને ટ્રોલ કરવામાં આવી હતી. મને લોકોએ ‘સિમ્પથી ક્વિન’ કહી હતી, પણ એક એક્ટર અને માણસ તરીકે મે ફિલ્મમાંથી ઘણું બધુ શીખ્યું છે. પહેલા હું દરેક બાબત પર પોતાના અંગત વિચારો વ્યક્ત કરી હતી પણ હવે મને તેનાથી ફરક નથી પડતો. હું માનું છું કે જ્યારે આપણે પીડામાં હોઈએ ત્યારે તેમને ટાર્ગેટ માટે કોઈ જોઈએ, જેથી ટ્રોલ કરનાર માટે નાની કમેન્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, એમ તેણે જણાવ્યું હતું.