હવે આલિયા ડીપફેકની પળોજણમાં ફસાઈ
ડીપફેક સામે સરકારે લાલ આંખ કરીછે તેમ છતાં લોકો તેનો શિકાર થઈ રહ્યા છે. બોલીવૂડ પર જાણે ડીપફેકનું જોખમ ત્રાટક્યું હોય તેવી ઘટનાઓ બની રહી છે. પુષ્પાફેમ રશ્મિકા મંદાના બાદ હવે આલિયા ભટ્ટ ડીપફેકનો શિકાર બની હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય એક યુવતીએ પરેહેલા રિવિલિંગ કપડા અને આપેલો સેન્સેશલ પૉઝ આલિયાનો જ હોય તેવું પહેલીવાર જોતા જણાય છે. જોકે હવે આવી છેતરપિંડીને જાણી ગયેલા નેટ યુઝર્સ ઓલખી ગયા છે અને તેમણે આલિયા માટે ચિંતા વ્યક્ત કરી છે.
જોકે હજુ આલિયા કે પતિ રણબીર તરફથી કોઈ સ્પષ્ટતા આવી નથી.
આ પહેલાં રશ્મિકા મંદાના, કૈટરીના કૈફ તથા કાજોલના ડીપ ફેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયો અંગે દિલ્હી પોલીસ ગુનો પણ નોંધી ચૂકી છે. દિલ્હી પોલીસે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેને રશ્મિકા મંદાનાના ડીપ ફેક વીડિયોના કેસમાં મહત્વપૂર્ણ કડી મળી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મન્સને આ ડીપ ફેક વીડિયો દૂર કરવા સૂચના અપાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી યોગ્ય પગલાંની ખાતરી આપી છે.