Nitu Singh નહીં પણ હરનીત કૌર છે Ranbir Kapoorની માતા… જાણો કોણ છે આ હરનીત કૌર?

હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? કદાચ મનમાં એવો સવાલ પણ થયો હશે જો બોલીવૂડના ચોકલેટી હીરો રણબીર કપૂર (Ranbir Kapoor)ની માતા નામ નીતુ સિંહ (Nitu Singh) નથી તો આખરે આ હરનીત કૌર છે કોણ? ચાલો તમને જણાવીએ કોણ છે આ હરનીત કૌર અને શું છે નીતુ અને રણબીર વચ્ચેનું રિલેશન..
વાત જાણે એમ છે કે નીતુ સિંહનું બાળપણનું નામ હરનીત કૌર છે. બોલીવૂડના દિવંગત અભિનેતા રિશી કપૂરની પત્ની અને રણબીર કપૂરની માતાનું નામ નીતુ સિંહ નથી. જી હા, આ હકીકત છે. આઠ વર્ષની ઉંમરે ચાઈલ્ડ એક્ટ્રેસ તરીકે એક્ટિંગની દુનિયામાં પગ માંડનાર નીતુ સિંહને પહેલી જ ફિલ્મ બાદ જ લોકો હરનીતને બદલે બેબી સોનિયાના નામથી બોલાવવા લાગ્યા હતા.
આ પણ વાંચો: ‘એને શરમ આવવી જોઇએ,’ રણબીર કપૂર સાથે કંઇક એવું કરી બેસી ઐશ્વર્યા કે સાસુ જયા….
બીજી બાજું નીતુ સિંહની મમ્મીને એ વાતનો ડર સતાવી રહ્યો હતો કે તેમની દીકરી એક ચાઈલ્ડ આર્ટિસ્ટ જ ના રહી જાય. આ ઘટના બાદ નીતુની માતા તેને લઈને અચાનક જ ગાયબ થઈ ગઈ. ત્રણ વર્ષ બાદ જ્યારે એક્ટ્રેસ પાછી ફરી ત્યારે એનું નામ નીતુ સિંહ થઈ ગયું હતું. નીતુ સિંહ 1973માં ફિલ્મ રિક્શાવાલાથી લીડ એક્ટ્રેસ તરીકે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.
1980માં રિશી કપૂર સાથે લગ્ન કર્યા બાદ નીતુ સિંહે પોતાની અટક બદલીને કપૂર કરી નાખી. આ રીતે હરનીત કૌર પહેલાં નીતુ સિંહ બની અને બાદમાં કપૂર બની. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નીતુ સિંહ અને રિશી કપૂરની ગણતરી મોસ્ટ લવેબલ અને એડોરેબલ કપલ તરીકે કરવામાં આવતી હતી. નીતુ સિંહ આજે પણ પોતાની સુંદરતાથી કરોડો ફેન્સના દિલ ધડકાવે છે.