મનોરંજન

કાન ફિલ્મ ફેસ્ટિવલઃ 17 વર્ષની એક્ટ્રેસે રેડ કાર્પેટ પર બ્લેક આઉટફિટમાં ચલાવ્યો જાદુ…

હાલમાં ફ્રાન્સમાં 78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે અને દરરોજ સેલેબ્સના નવા નવા લૂક સામે આવી રહ્યા છે. ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે ફિલ્મ લાપતા લેડિઝ ફેમ 17 વર્ષીય એક્ટ્રેસ નિતાંશી ગોયલે ફેસ્ટિવલમાં પોતાના ડેબ્યુ સાથે ખળભળાટ મચાવી દીધો હતો.

બ્લેક ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કરી રહેલી નિતાંશી ખૂબ જ સુંદર લાગી રહી હતી. નાની વયે નિતાંશીએ આટલા મોટા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પોતાની જાતને સાબિત કરીને દેખાડી છે. નિતાંશીના આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.

આપણ વાંચો: આલિયા ભટ્ટનું જૂઠાણું ઉઘાડું પડ્યું, ભારત-પાક ટેન્શન નહીં આ કારણે નહીં જાય કાન ફિલ્મ ફેસ્ટિવલ?

નિતાંશીએ આ સમયે કસ્ટમ મેડ બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો હતો અને એમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટને જેડની મોનિકા અને કરિશ્માએ ડિઝાઈન કર્યો હતો.

ઈન્ટરનેટ પર એક્ટ્રેસનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સને તેનો કોન્ફિડન્સ અને એલિગન્સ ખૂબ જ પસંદગ આવી રહ્યો છે. સુંદર આઉટફિટ અને પરફેક્ટ મેકઅપની સાથે નિતાંશીની મિલિયન ડોલર સ્માઈલે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા.

આપણ વાંચો: કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફિલ્ટર થયા ઓન, હવે આવા કપડાં નહીં પહેરી શકે સેલેબ્સ…

નિતાંશીને સેલિબ્રિટી સ્ટાલિસ્ટ શ્રે અને ઉર્જાએ સ્ટાઈલ કર્યું હતું. બ્લેક કલરના નિતાંશીના ગાઉન પર સુંદર ગોલ્ડન ફ્લોરલ એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી, જેણે તેના લૂકને કોમ્પલિમેન્ટ કરવાનું કામ કર્યું હતું. તેણે પોતાના લૂકને એકદમ સટલ રાખ્યો હતો અને તેની સાથે ચોકર નેકલેસ, ઈયરરિંગ્સ અને રિંગ પહેરી હતી. સેન્ટર પાર્ટીશન કરીને તેણે પોતાના વાળ બાંધ્યા છે અને એકદમ મિનિમલ મેકઅપ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર નિતાંશીનો આ લૂક વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના ફોટો પર કમેન્ટ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક લોકો તો તેને ફ્યુચર સ્ટાર કહી રહ્યા છે તો વળી એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે ફૂલ તો કાનમાં પહોંચી ગઈ. યુઝર્સ તેને પ્રિન્સેસનો ટેગ પણ આપી રહ્યા છે.

આ પહેલાં નિતાંશી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયન પવેલિયનમાં આઈવરી સાડીમાં જોવા મળી હતી અને તેણે ઈન્ડિયન સિનેમાની લેજેન્ડરી એક્ટ્રેસને ટ્રિબ્યુટ આપી હતી.

નિતાંશીના ચોટલામાં લગાવવામાં આવેલા મોતીના પરાંદામાં નાના નાના ગોલ્ડન ફોટો ફ્રેમ જોવા મળી હતી, જેમાં રેખા, વહીદા રહેમાન, નરગિસ, હેમા માલિની, નૂતન અને શ્રીદેવી ફોટો હતા. તમે પણ તેનો કાન ફિલ્મ ફેસ્ટિવલનો વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button