
દેશના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવો અંબાણી પરિવાર ખૂબ જ આસ્થાળુ છે. પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) હાલમાં જ મહારાષ્ટ્ર ખાતે આવેલા શિરડીના સાંઈબાબાના દરબારે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાંજના સમયે ધૂપબલિ ચઢાવી હતી. એવું કહેવાય છે કે આ સમયે નીતા અંબાણીએ મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ પ્રાર્થના કરી હતી. આ સિવાય નીતા અંબાણીએ રોહિત શર્માને કેપ્ટન બનાવવા અંગે નિવેદન આપ્યું છે.
આવો જોઈએ શું કહ્યું નીતા અંબાણીએ?
હાલમાં આઈપીએલમાં નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સારું પ્રદર્શન નથી કરી રહી અને તે છમાંથી ચાર મેચ હારી ચૂકી છે અને આવા સમયે નીતા અંબાણીનું શિરડી મુલાકાતને લોકો ટીમ ઈન્ડિયાની હાર સાથે જોડીને જોઈ રહ્યા છે. નીતા અંબાણી શિરડીના સાંઈબાબાના દર્શન કરીને તેમની પૂજા-અર્ચના પણ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે નીતા અંબાણી સાંઈબાબાના દર્શન કરીને જેવા મંદિરમાંથી બહાર આવે છે ત્યારે એક ફેને રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સી આપવાની માગણી કરી હતી. નીતા અંબાણી પણ આ વાત સાંભળીને હાથ જોડીને સવાલનો જવાબ આપતા કહે છે કે જૈસી બાબા કી મર્જી..
આ સમયે નીતા અંબાણીએ સાદા અને સિમ્પલ લૂકમાં જોવા મળ્યા હતા. પિંક કલરના સિમ્પલ લૂકમાં જોવા મળ્યા હતા. શિરડીના સાંઈબાબાને ભેટ અર્પણ કરી હતી. આ શિરડી પહેલાં પણ નીતા અંબાણી ગુજરાતના દ્વારકાધિશ મંદિર ખાતે સિમ્પલ પિંક ગુલાબી સૂટમાં પહોંચ્યા હતા. નીતા અંબાણી આ પિંક સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
હાલમાં આખો અંબાણી પરિવારમાં ભક્તિમય થઈ ગયો છે કારણ કે પરિવારના તમામ સભ્ય દરરોજ કોઈને કોઈ મંદિરે પહોંચી રહ્યા છે. અનંત અંબાણીએ જામનગરથી દ્વારકાધિશ 170 કિલોમીટરની યાત્રા કરી હતી. જ્યારે આકાશ અંબાણીએ પણ વેંકટેશ્વર સ્વામીના મંદિરે પહોંચ્યા હતા અને હવે નીતા અંબાણીએ શિરડીના સાંઈબાબાના મંદિરે પહોંચ્યા હતા, એ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.