મનોરંજન

અમિતાભ બચ્ચને ખુદ વખાણ કર્યા આજની બર્થડે ગર્લના, અભિષેક સાથે જોડાઈ ચૂક્યું છે નામ…

હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવણમાં મૂકાઈ ગયા હશો કે આખરે અહીં વાત કોની થઈ રહી છે તો વધારે તમને તડપાવ્યા વિના જણાવી દઈએ કે આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ આપણી પંજાબી કૂડી નિમ્રત કૌર છે.

નિમ્રત કૌરની ફિલ્મ જોઈને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે ખુદ પત્ર લખીને, બુકે મોકલાવીને નિમ્રતના તારીફોના પુલ બાંધ્યા હતા. એટલું જ નહીં નિમ્રત કૌરનું નામ અભિષેક બચ્ચન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. ફેન્સ નિમ્રતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે, પણ નિમ્રતે પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષનો સામનો કર્યો છે. ચાલો આજે તેના બર્થડે પર જાણીએ તેની સ્ટ્રગલ સ્ટોરી…

નિમ્રત કૌર એક આર્મી બેકગ્રાઉન્ડથી છે અને ગ્લેમરસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવ માટે તેમે ખાસો સંઘર્ષ કરવો પડ્યો હતો. નિમ્રતે ફિલ્મો સિવાય મ્યુઝિલ વીડિયો અને એડ કરી છે. 2012માં આવેલી ફિલ્મ પેડલર્સથી નિમ્રતે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું, પરંતુ નેમ અને ફેમ કમાવવા માટે નિમ્રતે ખૂબ જ પાપડ બેલ્યા છે.

આપણ વાંચો: અમિતાભ બચ્ચન પાસેની આ વસ્તુઓ છે ખૂબ જ મૂલ્યવાન, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

ખુદ એક્ટ્રેસે આ વિશે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. નિમ્રતે જણાવ્યું હતું કે મારું અનેક વખત બ્રેકડાઉન થયું છે. મેં દિલ્હીમાં નોકરી કરીને થોડા પૈસા બચાવ્યા હતા, જેને કારણે 6-7 મહિના નીકળી ગયા. શરૂઆતમાં તો તમને ખ્યાલ નથી આવતો ક્યાં દવું છે અને શું કરવું છે. પણ મેં લોકોને ફોટોગ્રાફ્સ મોકલાવ્યા અને રાહ જોવાનું નક્કી કર્યું કે જોઈએ શું થાય છે એ.

નિમ્રતે અનેક એજન્સીને પોતાના ફોટા મોકલાવ્યા હતા અને શરૂઆતના દિવસોમાં તો તે બસ, ટ્રેન, ટેક્સી અને રિક્ષામાં પ્રવાસ કરતી હતી. આગળ નિમ્રતે જણાવ્યું હતું કે એ સમયે બધું ખૂબ જ મોંઘું હતું. મોબાઈલ ફોન, કોલ્સ વગેરે ખૂબ જ મોંઘું હતું એટલે હું પીસીઓ જઈને મમ્મીને કોલ કરીને કલાકો સુધી રડતી હતી. આ ખૂબ જ ડરામણું અને ભયાનક હતું.

આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચન શીખ્યા આજકાલના યુવાનિયાઓના નવા શબ્દો બેંચિંગ, બ્રેડ ક્રમ્બિંગ, ઘોસ્ટિંગ…

વાત કરીએ નિમ્રતના વર્ક ફ્રન્ટની તો નિમ્રતે ધ લંચબોક્સ, એરલિફ્ટ, વન નાઈટ વિથ ધ કિંગ અને દસવીં જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પર્સનલ લાઈફની વાત કરીએ તો અભિષેક બચ્ચન સાથે પણ નિમ્રત કૌરનું નામ જોડાઈ ચૂક્યું છે. કેટલાક રિપોર્ટમાં તો એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના લગ્ન જીવનમાં નિમ્રતને કારણે જ ભંગાણ પડ્યું હતું. પરંતુ બચ્ચન પરિવાર કે નિમ્રતે આ વિશે ખુલીને કંઈ કહ્યું નહોતું.

બીજી બાજું અમિતાભ બચ્ચન પણ ફિલ્મ દસવીંમાં નિમ્રત કૌરની એક્ટિંગ જોઈને એટલા બધા અભિભૂત થઈ ગયા હતા કે તેમણે ખુદ પત્ર લખીને અને બુકે મોકલાવીને નિમ્રતના વખાણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button