મનોરંજન

‘સિટાડેલ હની બની’ના પ્રીમિયરમાં નિમ્રત કૌર છવાઈ ગઈ

મુંબઈઃ બચ્ચન પરિવારમાં અત્યારે ચર્ચામાં છે, જેમાં પરિવારના લાડલા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાના સંબંધો કે પછી અન્ય અભિનેત્રી સાથેના સંબંધો જ કેમ ના હોય, પરંતુ નિમ્રત કૌર તાજેતરમાં સિટાડેલ હની બનીના પ્રીમિયરમાં છવાઈ ગઈ હતી.

પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી એક્શન થ્રિલર શ્રેણી ‘સિટાડેલ હની બન્ની’નું આજે પ્રીમિયર યોજાયું હતું. મુંબઈમાં આયોજિત આ પ્રીમિયરમાં વરુણ ધવન, સામંથા રૂથ પ્રભુ સહિતની સમગ્ર સ્ટારકાસ્ટે ભાગ લીધો હતો. પ્રીમિયરમાં બોલિવૂડના અન્ય મોટા સિતારાઓએ પણ હાજરી આપી હતી.

જાણીતી અભિનેત્રી નિમ્રત કૌરે પણ પ્રીમિયરમાં હાજરી આપી હતી અને શ્રેણીની સમીક્ષા કરી હતી. નિમ્રતે તેના ઇન્સ્ટાગ્રામ પર સિરીઝની સ્ટારકાસ્ટ અને ડિરેક્ટર્સ સાથેનો ફોટો શેર કર્યો છે.

આપણ વાંચો: આ દિવસે એક્શન ફિલ્મમાં ધૂમ મચાવવા આવશે શાહિદ કપૂર

તેણે સિરીઝના વખાણ કર્યા હતા અને લોકોને સિરીઝ જોવા માટે જણાવ્યું હતું. શાહિદ કપૂર, અર્જુન કપૂર અને વિક્રમાદિત્ય મોટવાની, સિદ્ધાર્થ રોય કપૂર, આદિત્ય રોય, આદર્શ ગૌરવ અને નિતેશ તિવારી પણ પ્રીમિયરમાં હાજર રહ્યા હતા. ‘રાજ એન્ડ ડીકે’એ આ સિરીઝ બનાવી છે. જેમણે અગાઉ ફેમિલી મેન, ગન્સ એન્ડ ગુલાબસ, મોનિકા ઓહ માય ડાર્લિંગ અને રક્તબીજ જેવી હિટ સિરીઝ અને ફિલ્મો બનાવી છે.

‘સિટાડેલ હની બન્ની’નું નિર્માણ હોલીવુડના દિગ્ગજ નિર્માતા રુસો બ્રધર્સ દ્વારા કરવામાં આવ્યું છે. રુસો બ્રધર્સે માર્વેલની એન્ડગેમ સહિત ઘણી ફિલ્મો બનાવી છે. સિટાડેલના બોલિવૂડમાં ડેબ્યૂ માટે હવે માત્ર ૨ દિવસ બાકી છે. આ સિરીઝનું પ્રીમિયર સાતમી નવેમ્બરે પ્રાઇમ વીડિયો પર થશે. સિરીઝમાં વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ લીડ રોલમાં જોવા મળશે.

આ હોલિવૂડની સુપરહિટ સિરિઝ સિટાડેલની હિન્દી રિમેક છે. આ પહેલા પ્રિયંકા ચોપરાએ હોલીવુડ સીરિઝ સિટાડેલમાં કામ કર્યું હતું અને તેને દુનિયાભરમાંથી પ્રશંસા મળી હતી. આ સિરીઝથી પ્રિયંકા ચોપરાની હોલિવૂડની ઈમેજ બદલાઈ ગઈ હતી.

હવે વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ પાસે પણ સારી તક છે. હવે જોવાનું એ રહે છે કે આ સીરિઝમાં બંનેને લોકો કેટલા પસંદ કરે છે. સિરીઝમાં સિકંદર ખેર, કેકે મેનન, સિમરન, સાકિબ સલીમ, શિવકાંત સિંહ પરિહાર જેવા કલાકારો જોવા મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button