નિયા શર્માનો બાર્બી ડોલ લુક વાયરલઃ પિન્ક ડ્રેસમાં મચાવી ધમાલ!
મનોરંજન

નિયા શર્માનો બાર્બી ડોલ લુક વાયરલઃ પિન્ક ડ્રેસમાં મચાવી ધમાલ!

લોકપ્રિય ટીવી અભિનેત્રી નિયા શર્મા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હકીકતમાં અભિનેત્રીનો બાર્બી ડોલ લુક ખૂબ વાયરલ થઇ રહ્યો છે અને તેને જોઈને યૂઝર્સ દિવાના થઈ ગયા છે. અભિનેત્રીની આ નવી તસવીરોમાં ખુબ સુંદર લાગી રહી છે.

આ દિવસોમાં નિયા શર્મા ટીવી કુકિંગ રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ 2’માં જોવા મળી રહી છે. તાજેતરમાં નિયા બાર્બી ડોલનો ડ્રેસ પહેરીને શોમાં પહોંચી હતી. નિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના આ સુંદર લુકની ઘણી તસવીરો પણ શેર કરી હતી, જે અપલોડ થતાંની સાથે જ વાયરલ થઈ હતી.

Nia Sharma

આ તસવીરોમાં નિયા શર્માએ રફલ ડિઝાઇન સાથે ઑફ-શોલ્ડર શોર્ટ પિંક ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીએ વાળમાં બન અને ગ્લોસી મેકઅપથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. નિયા તેના આ લુકમાં એકદમ બાર્બી ડોલ જેવી લાગી રહી છે.

Nia Sharma

ઘણી તસવીરોમાં અભિનેત્રી તેના મેકઅપ રૂમમાં ટચ-અપ કરાવતી વખતે પોઝ આપી રહી છે. તેની સ્ટાઇલ જોઈને ચાહકો અભિનેત્રી પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. નિયા શર્માની આ તસવીરો લગભગ બે કલાક પહેલા જ અપલોડ કરવામાં આવી હતી અને તેને હજારો લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળી ચુક્યા છે. અન્ય એક ફોટામાં, નિયા શર્મા લોકપ્રિય કોમેડિયન સુદેશ લાહિરી સાથે પોઝ આપતી જોવા મળી હતી. હકીકતમાં, તેમની જોડી ‘લાફ્ટર શેફ્સ 2’ માં સાથે કુકીંગ કરે છે.

Nia Sharma

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button