મનોરંજન

pregnancyના સમાચાર પર Neha Kakkarએ આપ્યું આવું રિએક્શન…

મોસ્ટ પોપ્યુલર સિંગર નેહા કક્કર હાલમાં ડાન્સ દિવાને-3માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી અને છેલ્લાં કેટલાય સમયથી સિંગર લાઈમલાઈટથી દૂર દૂર રહેતી હતી. જોકે નેહા અને તેનો પતિ રોહનપ્રીત સિંહ સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહે છે.

બોલીવૂડનું આ ક્યુટ કપલ હંમેશા પોતાની રોમેન્ટિક તસવીરો અને ફની વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા રહેલાં છે. જોકે, જે રીતે નેહા ટીવી સ્ક્રીનથી દૂર દૂર રહેતી હતી એ જોતાં ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા હતા કે કાં તો નેહા અને રોહનપ્રીતના છુટાછેડા થઈ ગયા છે તો વળી વચ્ચે એવા અહેવાલો પણ આવી રહ્યા હતા કે નેહા પ્રેગ્નન્ટ છે અને એને કારણે જ તે લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ હવે આ બધી અટકળો પણ પૂર્ણવિરામ મૂકાયું છે અને સિંગરે ખુદ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આવો જોઈએ શું કહ્યું સિંગરે…

ડાન્સ દિવાને-3માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચેલી નેહાએ જણાવ્યું હતું કે મેં અને રોહને હજી ફેમિલી પ્લાનિંગ વિશે નથી વિચાર્યું. વાત જાણે એમ છે કે નેહા પોતાની પ્રેગ્નન્સીના સમાચારને કારણે ખાસ્સી એવી ચર્ચામાં રહી હતી. થોડાક સમય પહેલાં જ અચાનક જ નેહાએ ઈન્ડિયન આઈડોલ-11માંથી બ્રેક લીધો હતો અને ત્યાર બાદથી જ એવી ચર્ચા ચાલી રહી હતી કે કાં તો સિંગર પ્રેગ્નન્ટ છે અને કાં તો રોહનપ્રીત અને તેની વચ્ચે ઠીક નથી અને એ જ કારણે તેણે શોમાંથી બ્રેક લીધો છે.

હવે આટલા સમય બાદ નેહાએ પોતાની પ્રેગ્નન્સીની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે અને રોહનપ્રીત હાલમાં તો બેબી પ્લાન નથી કરી રહ્યા અને તેણે શારીરિક અને માનસિક થાકને કારણે શોમાંથી બ્રેક લીધો હતો, પરંતુ હવે તે પાછું કમબેક કરવાની છે. આ શોમાં નેહા પોતાના ભાઈ ટોની અને રેપર હની સિંહ સાથે પહોંચી હતી. એટલું જ નહીં શો પર તેણે બાળકો સાથે ખૂબ ધમાલ-મસ્તી કરી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નેહા હાલમાં સોન્ગ કાંટા લગામાં જોવા મળી હતી અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયું હતું. નેહા અને રોહનપ્રીતના લગ્ન 2021માં થયા હતા અને લગ્નના બે જ મહિના બાદ નેહાએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેનું બેબી બંપ દેખાઈ રહ્યું હતું ત્યારે પણ એની પ્રેગ્નન્સીની અફવાઓ ઉડી રહી હતી. જોકે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ બધુ તેના મ્યુઝિક વીડિયો માટેનું એક સ્ટન્ટ હતું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button