મનોરંજન

નવ્યા નવેલી નંદાએ અમદાવાદ માટે કહી એવી વાત કે… યુઝર્સે કહ્યું પહેલી વખત…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવારનો દરેક સભ્ય દરરોજ કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહેતો હોય છે. હાલમાં જ બચ્ચન પરિવારની લિટલ પ્રિન્સેસ નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ પોતાની કોલેજની એક ઝલક દેખાડતા ગુજરાતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદ વિશે કંઈક એવું કહ્યું છે જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આવો જોઈએ નવ્યાએ એવું તે શું કહ્યું છે-

નવ્યા નવેલી નંદા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાની ડે ટુ ડે લાઈફની અપડેટ્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એ વાત તો બધા જ જાણે છે કે નવ્યાએ આઈઆઈએમ અભ્યાસ માટે એડમિશન લીધું છે અને નવ્યાએ પોતાના ફેન્સ સાથે પોતાની કોલેજની એક ઝલક શેર કરીને લખ્યું છે કે અમદાવાદ એ મારા માટે બીજું ઘર છે.

આપણ વાંચો: Amitabh Bachchanએ વધારી ફેન્સની ચિંતા, બચ્ચન પરિવારમાં બધુ બરાબર છે?

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં નવ્યા પોતાના કોલેજ ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે અને આ ફોટોમાં નવ્યા એકદમ ખુશ દેખાઈ રહી છે. નવ્યાએ કોલેજમાં ફ્રેન્ડ્સની સાથે સાથે મસ્તી કરતાં કરતાં કોલેજ કેન્ટિનમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. ફેન્સ નવ્યાના આ ફોટો પર કમેન્ટ્સ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે.

નવ્યાએ શેર કરેલાં ફોટોને કેપ્શનમાં લખ્યું હતું કે એક કેમ્પસ જે હવે ઘર બની ચૂક્યું છે. નવ્યાની આ કેપ્શન ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક ફેને નવ્યાના આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મેં પહેલી વખત જોયું છે કે કોઈ સ્ટારકિડ નોર્મલ લાઈફ જીવી રહ્યો છે. બીજા એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઘર ત્યાં જ હોય છે જ્યાં દિલ હોય છે.

આપણ વાંચો: બચ્ચન પરિવારને મીડિયાએ કર્યો હતો બેન, Amitabh Bachchanએ આ રીતે સંભાળી હતી વાત…

નવ્યાના આ ફોટો પર નવ્યાની માતા અને બિગ બીની લાડકવાયી દીકરી શ્વેતા બચ્ચને પણ કમેન્ટ કરી છે. શ્વેતાએ દીકરીના ફોટો પર કમેન્ટ કરતાં યમ લખ્યું હતું. અત્યાર સુધીમાં હજારો લોકો નવ્યાના ફોટો લાઈક કરી ચૂક્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નવ્યા નાના-નાની તેમ જ મામા-મામીની જેમ બોલીવૂડમાં ડેબ્યુ કરવાને બદલે બિઝનેસ મેનેજ કરી રહી છે. આ સિવાય તે ખાસ કોઈ કોર્સ કરી રહી છે, જે તેને તેના બિઝનેસમાં મદદ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button