મનોરંજનસ્પોર્ટસ

Natasa Stankovicએ કર્યું એવું કામ કે Hardik Pandya જોઈને જ…

છેલ્લાં કેટલાય સમયથી ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર Hardik Pandya અને મોડેલ Natasa Stankovic ડિવોર્સને કારણે ખૂબ જ ચર્ચામાં છે અને હવે દીકરા અગત્સ્ય સાથે ભારત પાછી ફરેલી નતાસા સ્ટેનકોવિકે કંઈક એવું કર્યું છે કે જે કદાચ હાર્દિક પંડ્યા જખ્મો પર નમક ભભરાવવાનું કામ કરશે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું નતાસાએ-

સર્બિયન મોડેલ નતાસાએ મુંબઈ પહોંચતા જ હાર્દિક પંડ્યા સાથે નહીં પણ કોઈ બીજા જ સાથેની વર્કઆઉટ સેલ્ફી ક્લિક કરીને તેને સોશિયલ મીડિયા પર શેર પણ કરી છે. 18મી જુલાઈએ ડિવોર્સની જાહેરાત બાદ જ નતાસા પોતાના પિયર સાર્બિયા જતી રહી હતી. હવે દોઢ મહિના બાદ તે ભારત પાછી ફરી છે.

દરમિયાન મુંબઈ આવતા જ નતાસા સ્ટેનકોવિકે સૌથી પહેલાં બે મહત્ત્વના કામ કર્યા એક તો તેણે દીકરા અગત્સ્યને પિતા હાર્દિક પંડ્યા પાસે છોડ્યો અને બીજું પોતાના જૂના મિત્ર સાથે વર્કઆઉટ સેલ્ફી શેર કરી હતી. હવે તમને થશે કે આખરે કોણ છે નતાસાનો આ મિત્ર કે જેની સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

તમારી જાણ માટે કે નતાસાના આ મિત્રનું નામ એલેક્ઝાંડર એલેક્સ ઈલિક છે અને તે બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણીનો બોયફ્રેન્ડ છે. નતાસા અને એલેક્ઝાંડરની આ સેલ્ફી ડિવોર્સના દુઃખમાંથી ધીરે ધીરે બહાર આવી રહેલાં હાર્દિક પંડ્યાના ઝખ્મો પર મીઠું ભભરાવવાનું કામ કર્યું હશે, એવી શક્યતાને નકારી શકાય નહીં.

આ પણ વાંચો :Natasa Stankovik આ શું શીખવાડી રહી છે અગસ્ત્યને? Hardik Pandya જોશે તો…

દોઢ મહિના બાદ પુત્ર અગત્સ્યને મળ્યો હાર્દિક પંડ્યા?

ડિવોર્સના દોઢ મહિના બાદ મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક ભારત પાછી ફરી છે અને તેણે અહીંયા આવતાની સાથે જ દીકરા અગસ્ત્યને હાર્દિક પંડ્યાના ઘરે મુક્યો છે. હાર્દિક પંડ્યાની ભાભી અને અગસ્ત્યની ચાચી પંખુડી પંડ્યાએ ખુદ સોશિયલ મીડિયા પર અગસ્ત્ય સાથેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અગત્સ્યને ખોળામાં બેસાડીને સ્ટોરી સંભળાવી રહી છે. આ સમયે પંખુડીનાં ખોળામાં અગસ્ત્ય અને એનો દીકરો જોવા મળી રહ્યો છે. હાર્દિકના જિગરના ટુકડાનો આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને અગત્સ્યને પાછો પંડ્યા પરિવારમાં જોઈને ફેન્સ પણ એકદમ રાજીના રેડ થઈ ગયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button